ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત 19 આરોપીઓને 6 મહિનાની સજા, આખરે જામીન પર છુટકારો

શનિવાર, 17 સપ્ટેમ્બર 2022 (09:38 IST)
6 વર્ષ અગાઉ યુનિવર્સિટીમાં કાયદા ભવનનું નામ બદલવાને લઇને તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે હવે આ કેસમાં કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીને અમદાવાદ મેટ્રો પોલિટન કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેમને છ મહિનાની સજા સંભળાવવામાં આવી છે. તો મેવાણી સહિત કુલ 19 લોકોને 6-6 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે. જોકે હવે તા. 17.10.2022 સુધી સેશન્સ કોર્ટમાં અપીલ સારું સજા પર સ્ટે મુકવામાં આવ્યો છે અને આરોપીઓને જામીનમુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં વર્ષ 2016માં ગુજરાત યુનિવર્સિટી ખાતે બની રહેલા કાયદા ભવનને ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ આપવા કરવામાં આવેલ વિજય ચાર રસ્તા રોકવાના ગુનામાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નં.21 દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. નામ બદલવા મુદ્દે તોડફોડ પણ કરવામાં આવી હતી. આ તોડફોડ કેસમાં જિજ્ઞેશ મેવાણી સહિત 19 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ કુલ 19માંથી 7 આરોપીઓના મૃત્યુ થયા છે. કાયદા ભવનનું નામ બદલવાને લઇ યુનિવર્સિટીમાં થયેલી તોડફોડ કેસમાં મેટ્રોપોલીટન કોર્ટે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી સહિતના આરોપીઓને 6-6 મહિનાની સજા ફટકારવામાં આવી છે, જોકે આ કેસમાં કોર્ટ દ્વારા જામીન પણ આપવામાં આવ્યા છે. ત્યારે હવે જીજ્ઞેશ મેવાણી સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. જીગ્નેશ મેવાણી હાલ જામીન પર બહાર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી. ત્યારબાદ જીગ્નેશ મેવાણીને કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા. જોકે, તેની થોડી જ ક્ષણોમાં પોલીસે જીજ્ઞેશ મેવાણીની પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસકર્મી સાથે ગેરવર્તણૂક કરવા બદલ ધરપકડ કરાઈ હતી. જોકે બાદમાં તેને આ કેસમાં પણ જામીન મળ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર