પ્રથમ તબક્કાના મતદાન પહેલા જેતપુર તાલુકા પ્રમુખનું હૃદયરોગના હુમલાથી નિધન

મંગળવાર, 29 નવેમ્બર 2022 (11:36 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા ભાજપ માટે માઠા સમાચાર આવ્યા છે. જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું વહેલી સવારે તેમના વતન વીરપુરમાં હૃદયરોગના હુમલાથી નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. 
 
ગઈ કાલે રાત્રે જેતપુર ખાતેની સભામાં તાલુકા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.વેલજીભાઈ સરવૈયા નશાબંધીને આબકારી ખાતામાં તેમજ પછાત નિગમના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તાલુકા પ્રમુખનું નિધન થતાં જેતપુર જામકંડોરણા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયાના લોક સંપર્ક સહિતના તમામ કાર્યક્રમો મોફૂક રાખવામાં આવ્યા છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર