Rain in gujarat- ગુજરાતના આ વિસ્તારોમાં આજે વરસશે વરસાદ

બુધવાર, 8 જૂન 2022 (11:53 IST)
આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે સામાન્ય વરસાદ
 
 આજે જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસા પહેલા જ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડીગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે
 
આ ઉપરાંત 8 મીએ વલસાડ-નવસારી-દમણ-દાદરા નગર હવેલી, 9થી 10 જૂને વલસાડ-નવસારી-દમણ -દાદરા નગર હવેલી-સુરત-તાપી-અમરેલી-ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 9 જૂન બાદ અમદાવાદમાં મહત્તમ તાપમાનનો 40 ડિગ્રી થતાં ગરમીમાં રાહત મળી શકે છે. અમદાવાદમાં બુધવારથી ક્રમશ ગરમીનો પારો ગગડીને શુક્રવાર સુધીમાં 40 ડિગ્રી પહોંચશે. સમગ્ર રાજ્યમાં 42.6 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આગામી 48 કલાકમાં રાજ્યના મોટાભાગના વાતાવરણમાં પલટો આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર