ગુજરાતી નિબંધ - ચોમાસુ અથવા વર્ષાઋતુ

મંગળવાર, 7 જૂન 2022 (15:55 IST)
મુદ્દા- વર્ષની મુખ્ય ઋતુઓ 2. વર્ષાઋતુનું આગમન 3. વાતાવરણમાં પલટો 4. વર્ષાઋતુનું પ્રાકૃતિક સૌંદર્ય 5.  સમગ્ર જીવસૃષ્ટિ અને વન્યસૃષ્ટિ પર મેઘરાજાની મહેર 7. મહેર જ્યારે કહેરમાં ફેરવાઈ જાય ત્યારે 8. ઉપસંહાર 
 
કવિઓએ અને કુદરત પ્રેમીઓને જેને ઋતુઓની મહારાણી કહી છે તે વર્ષાઋતુ સૃષ્ટિનું સૌભાગ્ય માનવજીવનની ગંગોત્રી, જીવમાત્રનો આધાર, દેશની ભાગ્યવિધાત્રી અને આપણી એ અન્નપૂર્ણા છે. Rain is Queen of All Seasons
 
ઉનાળાના આકરા અને અસહ્ય તાપ પછી સમયસર વર્ષાના વધામણાં થતાં જપ્રકૃતિમા પ્રાણ પૂરાઈ જાય છે. નદી, સરોવર, કૂવા, વાવ, તળાવો, નાળા, ઝરણાંને જળાશયો પાણીથી છલકાઈ જાય છે. ઉનાળાના નિષ્પ્રાણને સૂકી ધરતી વરસાદમાં નાહીને લીલીછમ બની જાય છે ને સમગ્ર કુદરતમાં નવી તાજગી પ્રસરી જાય છે. વનોની વનસ્પતિ વૃક્ષો નવ પલ્લ્વિત થઈ વરસાના તોફાની પવન સાથે ડોલી ઉઠે છે. ધરતીએ જાણે લીલી ચૂંદડી ધારણ કરી હોય કે ધરતી પર જાણે નીલમના ગાલીચા પથરાઈ ગયા હોય એવી શોભા ચોતરફ વધી જાય છે."વર્ષા આવી, વર્ષા આવી, ધન ધાન્યની પતરાણી લાવી". 
વીજળીના ચમકારા, કડાકા નેકાળા ડિબાંગ વાદળના ગડગડાટ વચ્ચે રીમઝીમ રીમરીમ વરસતી વર્ષારાણી ક્યારે મુશળધાર હેલીઓ વરસાવે ત્યારે ચારે બાજુ આનંદ-આનંદ છવાઈ જાય છે. મોર, બપૈયા, ચાતક, જેવા પક્ષીઓ મેહુલાના સ્વાગતના ગીતો ટહુકા કરી કરીને ગાય છે. માછલીઓ હિલોળા લે છે. દેડકાઓ "ડ્રાઉ ...ડ્રાઉ ... ડ્રાઉ ..." ના અવાજથી વાતારવરણને ભરી દે છે. ખેડૂતો પોતપોતાના ખેતરોમાં બળદો સાથ હળ જોડી, મીઠા-મીઠા ગીતો ગાઈ વાવણીકામ કરે છે. બાળકો સૌ ગેલમાં આવી ગયા છે. આવરે વરસાદ, ધેવરિયો પરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક 
વર્ષાનો વૈભવ ભલે અનેરો હોય કે તેની શોભાને સૌંદર્ય ભલે ઋતુરાજ  વસંત કરતાંય શ્રેષ્ઠ હોય પરંતુ હો તેનો વૈભવ અતિવૃષ્ટિ આદરી વિકરાળ રૂપ ધારણ કરે ત્યારે મહાવિનાસહ સર્જાય છે. "જે પોષ્તું તે મારતું એવી દીસે ક્રમ કુદરતી" ના નિયમ અનુસાર વર્ષા વિનાશક બને ત્યારે જનજીવન છિન્ન ભિન્ન થઈ જાય છે. જાનમાલની પારાવાર  હાનિ થાય છે. અતિવૃષ્ટિથી ખેતરોમાં મબલખ પાકનો નાશ કરીને કે નદીઓમાં વિનાશક ઘોડાપુર લાવી, બંધો છલકાવી દેતી વર્ષાઋતુ કેટલીકવાર જનસૃષ્ટિ માટે પ્રલયકારી બની જાય છે. અતિવૃષ્ટિથી ગામના ગામ ડૂબી જાય છે, મહાનગરો ભયમાં મુકાય છે, ઘરવખરી તણાઈ જાય છે, પશું-પંખીઓની દશા બગડે છે, ગામના જે શહેરના રસ્તા ધોવાઈ જાય છે. વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, તાર ટપાલને બસસેવા ખોરવાઈ જાય છે. કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. જૂના ખખડઘજ મકાનો ભોંયભેગા થઈ જાય છે.ને પૂર સાથેવાવાઝોડાર્ગી તોતિંગ વૃક્ષો જમીનદોસ્ત થઈ જાય છે. 
 
આમ, પ્રાણીઓના પ્રામ સમો વરસાદ જરૂર પૂરતો વરસે તો બધાને અમૃત જેવો મીઠો લાગે. પણ જો હદ કરતાં વધુ વરસે તો મોતનો મહાસાગર બની સર્વત્ર વિનાશ વેરે છે!
 
"अति सर्वत्र वर्जयेत" એ ન્યાય વરસાદને પણ લાગુ પડે છે. અતિવૃષ્ટિ એટલે જરૂર કરતાં ઘણિ વધારે, બેહદ વરસાદ. એક જ દિવસમાં વીસથી પચીસ ઈંચ પાણી પડી જાય ત્યારે અતિવૃષ્ટિ થઈ કહેવાય. વરસાદ માજામાં રહે, જરૂર જેટલો જ વરસે તો અમૃત જેવો લાગે, પરંતુ જો હદ કરતાં વધુ વર્સવા માંડે અને અટકવાનુ નામ જ ન લે તો અન્નદાતા સમો એ વરસાદ કાળો કેર વરતાવીને આપણો સર્વનાશ કરી દે! આમતો વૃષ્ટિ એટલે સૃષ્ટિની ધાત્રી, જીવનદાત્રી અને સંજીવની! પરંતુ એ જ્યારે પ્રલંયકર ભવાનીનું રોદ્ર સ્વરૂપ દાખવે ત્યારે માનવીને છટ્ઠીનું ધવણ યાદ કરાવી દે! બાપરે! અતિવૃષ્ટિનું અડપલું જેને એકવાર પણ થયું છે એને પૂછી આવો કે કુદરત આગળ માનવીની શી હેસિયત છે!?                                                                                                    
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર