દીપક શ્રીવાસ્તવએ ઉમેદવારી પત્ર દરમિયાન સોગંધાનામામાં બે બાળકોનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેમના તેમના ત્રણ બાળકો છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવની વડોદરા જિલ્લાની વાઘોડીયા સીટ પરથી ભાજપે તેમને ટિકીટ ન આપવા માટે મનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દીપક શ્રીવાસ્તવએ એક ન સાંભળી. ત્યારબાદ દીપક શ્રીવાસ્તવએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું. વોર્ડ નંબર 15થી ભાજપ્ના ઉમેદવાર આશીષ જોશીએ જણાવ્યું કે સોગંધનામાં ખોટું બોલ્યા હતા. તેમની ઉમેદવારી રદ કરવી જોઇએ.
ગુજરાતના વાઘોડીયાથી ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એકવાર ફરી વિવાદમાં છે. તેમને પ્રશ્ન પૂછ્તાં મીડિયાકર્મીને ઠોકવાની એટલે કે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ પહેલીવાર નથી જ્યારે તેમણે મીડિયાકર્મીની સાથે આવો વ્યવહાર કર્યો હોય અને આ પહેલાં પણ તેમણે મીડિયા કર્મીઓએ ધમકી આપી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જોકે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવવાની છે. ભાજપે મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક વાસ્તવને ટિકીટ આપવાની ના પાડી દીધી છે. જેથી તેમના પુત્રને અપક્ષ ઉમેદવાર તરીકે લડાવવાનો નિર્ણય કર્યો છે. આ વખતે તેમના પુત્ર સામે તેમની જ પાર્ટી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં છે. આ મુદ્દે મીડિયાકર્મીઓએ મધુ શ્રીવાસ્તવને સવાલ કર્યો તો જવાબ આપવાના બદલે તે સીધા મીડિયાકર્મીઓ પર ગુસ્સે થયા હતા.