વડોદરામાં આવકવેરા વિભાગનો સપાટો, લેમિનેશનના ઉત્પાદકના યુનિટ પર દરોડા

શનિવાર, 4 ડિસેમ્બર 2021 (00:48 IST)
ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરોથી માન્ય લાયસન્સ/અનુરૂપતા પ્રમાણપત્ર લીધા વગર લેમિનેશનના ઉત્પાદન થતા હોવાની માહિતીના આધાર પર તા. 02 ડિસેમ્બર, 2021ના રોજ વાઘોડિયા, વડોદરામાં કાર્યરત પ્રિસિઝન કોર ઈન્ડસ્ટ્રીઝ, 103, જીઆઈડીસી, વાઘોડિયા, વડોદરા 391760 પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 5.5 ટન લેમિનેશન જપ્ત કરવામાં આવ્યા.
 
આ પ્રોડક્ટ ભારત સરકાર દ્વારા સૂચિત સ્ટીલ અને સ્ટીલ પ્રોડક્ટ્સ (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર 2020 અંતર્ગત ભારત સરકાર દ્વારા સૂચિત ફરજિયાત પ્રમાણપત્રને આધીન છે. જેમાં એનો સમાવેશ છે કે જે પણ વ્યક્તિ ભારતીય માનક બ્યુરોથી અનુરૂપતાનું પ્રમાણપત્ર મેળવ્યા વગર સ્ટેમ્પિંગ/લેમિનેશન/ટ્રાન્સફોર્મર્સના કોર (વાઈન્ડિંગ સાથે અને વગર)નું ઉત્પાદન નથી કરી શકતો. આવું કરનારાઓ વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 200000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.
 
બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે લાયસન્સ વિના ભારતીય માનક બ્યૂરોના (આઈએસઆઈ) માર્કનો દુરુપયોગ કરતાં હોય છે. ભારતીય માનક બ્યૂરોની અમદાવાદ શાખા સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી સામાન્ય જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા પાડતી હોય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર