છેલ્લા બે વર્ષમાં સિંહના હૂમલામાં 7 લોકો અને દીપડાના હૂમલામાં 27 લોકોના મોત થયાં

મંગળવાર, 14 માર્ચ 2023 (17:58 IST)
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં અગાઉ સિંહના મોતનો સવાલ ગાજ્યો હતો. હવે સિંહો અને દિપડાઓ દ્વારા માનવીઓ પર કરવામાં આવેલા હૂમલાઓનો સવાલ ચર્ચાયો છે. ધારાસભ્યના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સિંહ દ્વારા કરવામાં આવેલા હૂમલામાં 7 ના મોત નિપજ્યાં  અને 40 લોકોને ઈજા થઈ છે. સરકારે લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, દીપડા દ્વારા થયેલા હુમલામાં છેલ્લા બે વર્ષમાં 27 માનવ મુત્યુ અને 189 લોકોને થઈ ઈજા થઈ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દીપડાઓ હવે માનવ વસાહતો તરફ પહોંચી ગયાં છે. એજ રીતે સિંહ પણ માનવ વસાહતો તરફ જોવા મળ્યાં છે. દીપડાની દહેશત ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહી છે. ગઈ કાલે જ વિલિંગ્ડન ડેમ પાસે સાવજની ભાળ મળી હતી. ગૃહમાં સરકારે કહ્યું હતું કે, સિંહ દ્વારા થયેલા માનવ મુત્યુ બદલ 33 લાખની સહાય જ્યારે ઈજા માટે 22 લાખ 74 હજારની સહાયની ચૂકવણી કરાઈ છે. જ્યારે  દીપડાના કારણે થયેલ મુત્યુના પરિણામે 1 કરોડ 20 લાખની સહાય અને ઈજાગ્રસ્તને 12 લાખ 33 હજાર 300 રૂપિયાની સહાય ચુકવણી કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર