ભાજપની વંદે ગુજરાત યાત્રામાં થયો ડખો, ઝપાઝપી -ગાળાગાળીના સર્જાયા દ્રશ્યો

બુધવાર, 20 જુલાઈ 2022 (15:02 IST)
એક બાજુ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ‘વંદે ગુજરાત‘ના વિકાસ યાત્રા કરી રહી છે. આ યાત્રા થકી ભાજપ સરકાર ગુજરાતમાં બે દાયકામાં થયેલા વિકાસને નાગરીકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન રહી છે ત્યાં આ સ્થિતિ વચ્ચે ઉત્તર ગુજરાતમાં વંદે ગુજરાત યાત્રામાં ડખો થયો છે. ચાણસ્મા તાલુકાનાં રામગઢની શાળામાં તાલુકા ભાજપના મહિલા ઉપ પ્રમુખનું સ્વાગત કરતા પટેલ સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

ઉત્તર ગુજરાતના પાટણના ચાણસ્મા તાલુકામાં રામગઢની ગામની પ્રાથમિક શાળામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો ક્રાયક્રમ યોજાયો હતો જેમાં ભારે હોબાળો મચી ગયો હતો એટલું જ નહીં આયોજકો શોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. કાર્યક્રમમાં તાલુકા ભાજપના મહલિા ઉપ પ્રમુખ આશા પટેલનું સ્વાગત કરતા વાત વણસી હતી. કાર્યક્રમમાં તાલુકા ભાજપના મહલિા ઉપ પ્રમુખ આશા પટેલનું સ્વાગત કરતા પટેલ સમાજના 6 લોકોએ વિરોધ નોંધાવ્યો હતો એટલું જ નહીં ચાલુ ક્રાર્યક્રમમાં ઝપાઝપી તેમજ ગાળાગાળીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઝપાઝપીમાં આશાબેનનો મોબાઈલ ખોવાયો હતો.ખુદ ભાજપના સરકારી કાર્યક્રમમાં ડખો થતા, આયોજકો ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાયા હતા. આ બનાવના પગલે ભાજપના મહિલા ઉપ પ્રમુખ આશા પટેલે 6 લોકો વિરુદ્ધ ચાણસ્મા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર