સાબરકાંઠાના વિજયનગરમાં ભારે વરસાદને પગલે નદીમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. તે સમયે વિજયનગરની હાથમતી નદીમાં એક ઘટનાએ સમગ્ર લોકોને ચોકાવી નાખ્યા હતા. નદી પાસે એક સ્માશન ગ્રુહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી. અંતિમ સંસ્કાર દરમિયાન અચાનક નદીમાં પુર આવતા સળગતી ચિતા સહિત મૃતદેહ તણાયો હતો. જેના કારણે અંતિમ સંસ્કારની વિધિ સંપન્ન થઈ શકી ન હતી. કેટલાક સ્થાનિકોએ પુલ પરથી આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો.પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે ફોન પર જણાવ્યું હતું કે, વિજયનગરના પરવઠ ગામ નજીક મંગળવારે સાંજે ગામના 90 વર્ષીય નિવૃત આચાર્ય નાનજી સાજા ડામોરનું જે પરવઠ પ્રાથમિક શાળામાં આચાર્ય હતા ત્યાર બાદ નિવૃત થયા હતા. તેમનું મૃત્યુ સોમવારે સાંજે 4 વાગે થયું હતું. તેમનો દીકરો કલોલ નજીક ખાનગી સ્થળે નોકરી કરે છે, જેને જાણ કરતા મોડી રાત્રે આવી પહોચ્યો હતો. મંગળવારે બપોરે 11.30 વાગે તેમની સમાજના રીતી રીવાજ મુજબ સ્મશાન યાત્રા ઘરેથી નીકળી હતી. અને ગામની સીમમાંથી પસાર થતી હાથમતી બ્રીજ નીચે અંતિમસંસ્કાર કર્યા હતો.