કોરોના સંક્રમણ યથાવત ,અમદાવાદમાં કોરોનાના નવા 222 કેસ,એકિટવ કેસ 1200

શુક્રવાર, 1 જુલાઈ 2022 (11:43 IST)
અમદાવાદમાં કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે. ગુરુવારે દૈનિક કેસમાં વધારો થતાં નવા 222  કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતું. 184 દર્દી કોરોનામુકત થયા હતા.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના કુલ 11 દર્દી સારવાર હેઠળ છે.હાલમાં શહેરમાં કોરોનાના 1200 એકિટવ કેસ છે.
 
બુધવારે અમદાવાદમાં કોરોનાના 220 કેસ નોંધાયા હતા.ગુરુવારે સતત બીજા દિવસે પણ કેસની સંખ્યા વધતા નવા 222  કેસ નોંધાયા હતા.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના નવ દર્દી વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.એક દર્દી ઓકિસજન અને એક દર્દી આઈ.સી.યુ.વોર્ડમાં સારવાર હેઠળ છે.
 
ગુજરાતમાં
4 મહિના બાદ 475 નવા કેસ
રાજ્યમાં 129 દિવસ એટલે કે 4 મહિના બાદ 480 નજીક કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 નવા કેસ નોંધાયા છે. જ્યારે 248 દર્દી સાજા થયા છે. અગાઉ 19 ફેબ્રુઆરીએ 486 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.88 ટકા થયો છે. તો સતત 13મા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે. તો રાજ્યમાં અત્યાર સુધી 28 દિવસમાં કુલ 5752 કેસ નોંધાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર