આજે ધારાસભ્ય ઝંખના પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે મારે કોરોનાનાં લક્ષણો જણાતા મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવેલ હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ મુજબ હું સેલ્ફ કોરંટાઈન થઇ છું, તબિયત સારી છે, મારી સૌને વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા અને રિપોર્ટ કઢાવી લેવા વિનંતી.