ભાવનગર શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર મટકીફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જન્માષ્ટમી નિમિતે વિવિધ મિત્ર મંડળ અને ગ્રુપો દ્વારા આયોજન કરાયા હતાં. શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીના વિસ્તારમાં પણ ઠેર ઠેર સવારથી સાંજ સુધી મટકીફોડ કાર્યક્રમ યોજાયા હતાં. સાંજના છેલ્લા મટકી ફોડ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપવાના હોવાથી લોકોનો હરખ વધી ગયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે જન્માષ્ટમીના પાવન પર્વે ભાવનગરમાં ભાતીગળ 'દહીં- હાંડી' કાર્યક્રમમાં સહભાગી થયા હતા. બોર તળાવ ખાતે આયોજિત આ દહીં હાંડીમાં સહભાગી થયેલા ગોવિંદાઓને મુખ્યમંત્રીએ સન્માનિત કર્યા હતાં. આ ઉત્સવમાં મુંબઇના 'વક્રતુંડ ગોવિંદા પથક'ના 150 ગોવિંદાની ટીમે હર્ષોલ્લાસ સાથે પાંચ માળ ઊંચી મટકી ફોડી આકર્ષણ જમાવ્યું હતું