ગઢડા BAPS મંદિરમાંથી શંકાસ્પદ રીતે પૂજારીનો મૃતદેહ મળ્યો
શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (13:55 IST)
ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં એક પૂજારીનો મૃતદેહ મળી આવ્યો છે. BAPS મંદિરમાંથી મળી આવેલ પૂજારીના શંકાસ્પદ મૃતદેહને લઈ મંદિરમાં પોલીસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસનો મોટો કાફલો તપાસમાં જોડાયો છે.
ઘટનાની જાણ થતાં DYSP, LCB, SOG સહિતનો મસમોટો પોલીસ કાફલો મંદિરમાં પહોંચ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
જન્માષ્ટમીના પાવન દિવસે ગઢડામાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ગઢડા BAPS મંદિરમાંથી એક વહેલી સવારે પુરૂષનો શંકાસ્પદ રીતે મૃતદેહ મળ્યો છે. પ્રતાપસિંહ સિંધા નામના વ્યક્તિ BAPS મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા હતા. આજે વહેલી સવારે મંદિરમાંથી મૃત હાલતમાં તેમનો મૃતદેહ મળી આવતા શોકનો માહોલ જોવા મળ્યો છે.