- રાજ્યમાં ખેડૂતોના 14 પાકો પર ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર દ્વારા અનેક નિર્ણય લેવાયો છે. 2022-23 ખરીફ પાકમાં 14 પાકમાં ટેકાના ભાવ નક્કી કરાયા છે. 50 થી 85 % સુઘી નફો મળે એ પ્રમાણે ભાવ નક્કી કરાયો છે. જેમાં મગફડી, તુવેર, તલ, કપાસ અડદના ટેકાના ભાવોમાં વધારો કરાયો છે.
- 17-18 જૂને પીએમ મોદી પાવાગઢમાં મહાકાળી મંદિરમાં 9:15 કલાકે દર્શન કરશે. ત્યારબાદ પીએમ મોદી નજીકના વનની મુલાકાત પણ લેવાના છે. પછી વડોદરામાં બપોરે સાડા બાર વાગે ગુજરાત ગૌરવ અભિયાન હેઠળ વિશાળ જન મેદનીને સંબોધશે પીએમ મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. એટલું જ નહીં, પીએમ આવાસ યોજનાના મકાનનું લોકાર્પણ કરાવશે, જેમાં પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 8907 આવાસ ગરીબોને આપશે. આ સિવાય સુપોષણ યોજના અને અન્ય કાર્યક્રમ પણ થવાના છે.