કોંગ્રેસ કાર્યાલયમાં સન્નાટો, ભાજપમાં ઉત્સવ, નોટબંધી વોટબંધીમાં ફેરવાઈ ગઈઃ રૂપાણી

શનિવાર, 11 માર્ચ 2017 (12:49 IST)
ઉત્તરપ્રદેશના પરિણામોને પગલે ગુજરાત ભાજપ ફરીથી ગેલમાં આવી ગયું છે તો ગુજરાત કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે. પરિણામો અંગે ખુશી વ્યક્ત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 'નોટબંધી 'વોટબંધી'માં ફેલવાઈ ગઈ છે. જનતાએ જાતીવાદને ભૂલાવીને ભાજપને મત આપ્યા છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, બધા એક્ઝિટ પોલ ખોટા પડ્યાં છે.

ઉત્તરપ્રેદશ સાથે દેશની જનતાનો મિઝાજ સામે આવી ગયો છે. ભાજપની અને પીએમની કામગીરીને પગલે યુપીમાં થયેલા અકુદરતી જોડાણો પડી ભાગ્યા છે, જે સત્તા લાલચુઓ સામે લપડાક છે. ઉત્તરપ્રદેશની જનતાએ માની લીધું છે કે, મોદી જ ગરીબોના બેલી છે, જેથી ભાજપને આટલી બધી બેઠકો આપી છે.  એક તરફ ઉત્તરપ્રદેશના પરિણામોને પગલે ભાજપ ફરીથી ગેલમાં આવી ગયું છે અને ઠેરઠેર ઉજવણીનો માહોલ છે. ત્યારે બીજી બાજુ ગુજરાત કોંગ્રેસની પ્રદેશ ઓફિસે સાવ સન્નાટો છવાઈ ગયો છે. છેલ્લા 1 વર્ષથી ભાજપ સામે વધેલા વિરોધને પગલે કોંગ્રેસમાં થોડું જોમ આવ્યું હતું જેના ફરીથી ઠંડુ પાણી ફરી વળ્યું છે.
 
 
 

વેબદુનિયા પર વાંચો