બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી વિદ્યામંદિર શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિધાર્થી યશને તેમાં મમ્મી પપ્પાએ ઘરે મોબાઇલમાં ગેમ રમવાની ના પાડતા વિધાર્થી પોતાનો પ્રોબ્લેમ લઇ વિદ્યામંદિર સ્કૂલના ટેકનિકલ એક્સપર્ટ પાસે પહોંચ્યો હતો. ટેકનીકલ એક્સપર્ટ હિતેનભાઈએ તેની વાત સાંભળ્યા બાદ વિધાર્થીને મોબાઇલમાં અન્ય નુકશાનકારક ગેમ રમવાને બદલે જાતે એવી ગેમ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.
ત્યારબાદ યસે માત્ર એક મહિનાની મહેનતમાં મારિયો જેવી ગેમ બનાવી છે. જે ગેમમાં ખજાનો લેવા જઈએ એટલે ગણિત અને વિજ્ઞાનના સવાલ પૂછવામાં આવે જો સાચા જવાબ આપીએ તો જ આગળ વધીએ, આમ વિદ્યાર્થી યશે એવી ગેમ બનાવી જેમાં બાળકો રમતની સાથે સાથે ગણિત,વિજ્ઞાનના વિષયને પણ ભણી શકે.
ઉલ્લેખનીય છે કે વિદ્યામંદિર ધો 7 માં અભ્યાસ કરતા યશે અગાઉ પણ મેક્સ ટોલ મોબાઈલ એપ્લિકેશન તેમજ શાળા મિત્રોની મદદથી ડ્રાઇવર એલર્ટ સિસ્ટમ જેમાં વાહન ચાલાક ચશ્માં પહેરીને વાહન હંકારે તો તેને ઊંઘ અથવા જોકું આવે તો તે ચશ્માં એલર્ટ કરી દે છે અને હવે તેના મમ્મી પપ્પા એ મોબાઈલમાં ગેમ રમવાનું ના કહેતા જાતે કવીઝ ગેમ બનાવી છે.
જોકે વિદ્યામંદિરમાં ટેક્નિકલ એક્સપર્ટ તરીકે કામ કરતા હિતેનભાઈએ જણાવ્યું હતું કે મારી પાસે ધોરણ 7માં ભણતો એક પ્રોબ્લેમ લઈને આવેલો સર ગેમ રમવાથી ક્રિએટીવીટી તો વધે છે. પરંતુ મમ્મી પપ્પા ગેમ રમવા નથી દેતા શુ કરીએ તો મેં વિધાર્થીને એવુ કહ્યું તું ગેમ રમે છે પણ એમાંથી એવુ કંઈક કર નવી ગેમ જાતે બનાવ જેમાં તને ભણવાનુ પણ મળી રહે સાથે સાથે એન્જોય પણ મળે તો તને કોઈ ગેમ રમતા રોકી ના શકે ,ત્યાર બાદ વિધાર્થીએ માર્યો જેવીજ ગેમ જેમાં ખજાનો લેવા જઈએ તો સાથે સાથે ત્યાં ગણિતના અને વિજ્ઞાનના સવાલો પુછાય તેવી ગેમ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી અને તેના ઉપર કામ કર્યું અને એક મહિનાની મહેનત પછી વિદ્યાર્થીએ એક દમ સરસ ગેમ બનાવી છે.