Anushka Sharma Pics: 'ક્યા આદમી હૈ યાર' કોહલીની વિરાટ રમત પર અનુષ્કા શર્માનુ રિએક્શન

સોમવાર, 16 જાન્યુઆરી 2023 (11:30 IST)
ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર વિરાટ કોહલીની શાનદાર રમતના દમ પર ટીમ ઈંડિયા સામે 50 ઓવરમાં  391 રનનુ વિશાળ લક્ષ્ય મુક્યુ, જેના જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 73 રન પર ધરાશાયી થઈ ગઈ. ટીમ ઈંડિયાએ 317 રનના મોટા અંતરથી ઐતિહાસિક જીત નોંધાવી. પોતાની શાનદાર રમત માટે વિરાટ કોહલી   (Virat Kohli) ને મેન ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરીજ તરીકે પસંદ કરવામાં આવી. આવામાં પતિના આ રમતના વખાણ અનુષ્કા શર્મા ન કરે એવુ કેવી રીતે બને. 

 
અનુષ્કાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરીમાં વિરાટ કોહલીનો ફોટો શેર કરતા લખ્યું છે કે - શું માણસ છે, કેટલી શાનદાર ઈનિંગ્સ રમી છે. આ સાથે આ ઈન્સ્ટા સ્ટોરીમાં અનુષ્કા સેલિબ્રેશન ઈમોજી પણ સામેલ કરવામાં આવ્યા છે. આ પહેલા પણ અનેક અવસરો પર અનુષ્કા શર્મા કોહલીની શાનદાર ઇનિંગ પર પ્રતિક્રિયા આપતી જોવા મળી છે.
 
આ ફિલ્મ દ્વારા કમબેક કરશે અનુષ્કા 
 
અનુષ્કા શર્મા છેલ્લે 2018માં આવેલી ફિલ્મ 'ઝીરો'માં મોટા પડદા પર જોવા મળી હતી. આવી સ્થિતિમાં લગભગ 5 વર્ષની લાંબી રાહ બાદ અનુષ્કા શર્મા નેટફ્લિક્સની ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ' દ્વારા કમબેક કરતી જોવા મળશે. અનુષ્કા શર્માની આ આગામી OTT ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મમાં અનુષ્કા પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીનું પાત્ર ભજવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર