હું લોકોની વાત અક્રમકતાથી રજુ કરવા ચૂંટણી લડીશઃ હાર્દિક પટેલ

બુધવાર, 13 એપ્રિલ 2022 (13:49 IST)
ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણીના સંકેતો વચ્ચે રાજકીય ઊથલપાથલનો દૌર શરૂ થવા લાગ્યો છે. રાજ્યમાં પોલિટિકલ પાર્ટીઓ તરફથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પોતાની તરફ ખેંચવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે નરેશ પટેલ કોંગ્રેસમાં એક સમયે મુખ્યમંત્રી પદના દાવેદાવ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસે નરેશ પટેલ મામલે ઝડપથી નિર્ણય લેવો જોઈએ. છેલ્લા બે મહિનાથી વાતો ચાલે છે પણ હવે કોંગ્રેસે આ મુદ્દે ક્લિયર કરવું જોઈએ.

તેમણે કહ્યું કે હું તો ચૂંટણી લડીશ જ, અમે જો વિપક્ષમાં બહાર રહીને સારા કામ કરી શકીએ તો વિધાનસભામાં બેસીને કેમ ન કરીએ? હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપ કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવા અથવા તો તેને પોતાની તરફ ખેંચવા માટે આક્રમક હોય છે. પરંતું કોંગ્રેસમાં માત્ર વાતો થઈ રહી છે. છેલ્લા બે મહિનાથી નરેશભાઈને કોંગ્રેસમાં લેવા માટેની ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસના કેટલાક કહેવાતા નેતાઓ એવું કહે છે કે નરેશ પટેલે ડિમાન્ડ રાખી છે. પરંતું હું કહું છું કે નરેશભાઈએ કોઈ ડિમાન્ડ રાખી નથી. કોંગ્રેસને કોઈ સમાજનું અપમાન કરવાનો અધિકાર નથી. જેથી હવે કોંગ્રેસ હાઈકમાન્ડે ઝડપથી આ મુદ્દે નિર્ણય લેવો જોઈએ.

મહેસાણાના વિસનગરમાં વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કેસમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને થયેલી સજામાં સુપ્રિમ કોર્ટે તેમને રાહત આપી છે. સુપ્રિમ કોર્ટના સ્ટે બાદ આજે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું ચોક્કસથી ચૂંટણી લડીશ. જો વિપક્ષમાં બેસીને અમે પ્રજા માટે સારું કામ કરી શકીએ તો વિધાનસભામાં બેસીને કેમ પ્રજા માટે કામો ન કરીએ ? જેથી ચોક્કસ હું લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડીશ.હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે,ચૂંટણી લડવી એ મારો ઉદ્દેશ નથી. ગુજરાતના લોકોની વાત સારી રીતે અને આક્રમક રીતે વિધાનસભા અને લોકસભામાં રજૂ થાય એ માટે ચોક્કસથી આવનારા દિવસોમાં હું નિર્ણય કરીશ. વિસનગરના કેસમાં નીચલી કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને જેમાં હાઇકોર્ટમાં અપીલ માં ગયા હતા પરંતુ અમને સજા પર તે મળી ન હતી જેના કારણે વર્ષ 2019 નું ચૂંટણી લડી શક્યા ન હતા. સુપ્રીમ કોર્ટમાં ગયા હતા પરંતુ તે સમયે અર્જન્ટ ઈયરિંગ માટે ના પાડી હતી અને ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા સજા ઉપર સ્ટે આપવામાં આવ્યો છે. હાર્દિક પટેલ ક્યાંથી ચૂંટણી લડશે વગેરે વગેરે વાતો સમાચારના માધ્યમોમાં ચાલી હતી પરંતુ હું ચૂંટણી લડવા માટે કોર્ટમાં નહોતો ગયો. સજા પર તે આપવામાં આવે છે અને હવે હું લોકોની વાત આક્રમક રીતે વિધાનસભામાં રજૂ કરી શકું તેના માટે ચોક્કસથી આગામી દિવસોમાં ચૂંટણી લડીશ. 
 
પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા બાબતે તેમણે જણાવ્યું હતું કે અમે સરકારમાં ચોક્કસથી આ બાબતે રજૂઆત કરી છે અને 10 કેસો પાછા ખેંચ્યા હતા તે આનંદીબેન વખતે પાછા ખેંચાયા કેસો છે. સરકાર પર ભરોસો છે તો ચોક્કસથી સરકાર કેસો પાછા ખેંચશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર