ગુજરાતમાં હિટવેવ: માર્ચે 122 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ગરમીનો પારો 45 ડીગ્રીને પાર થશે તેવી સંભાવના

સોમવાર, 4 એપ્રિલ 2022 (09:55 IST)
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આખો ઉનાળો કઇ રીતે પાર થશે તે એક સૌથી મોટો સવાલ છે. લોકો અત્યારથી જ ત્રાહીમામ પોકારી ચુક્યાં છે. ભારતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી રહી છે. 1901 પછી આ પ્રથમ વખત છે જ્યારે દેશના અનેક શહેરોનો પારો 40ને પાર કરી ગયો છે. IMD અનુસાર, ગુજરાત સહિત 9 રાજ્યોમાં હીટ વેવની સંભાવના છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થશે. માર્ચમાં સરેરાશ મહત્તમ તાપમાન 1901 થી સામાન્ય કરતાં 1.86 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમીનો પારો હજી ગુજરાતીઓને દજાડશે.
 
સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા 1.86 ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું છે.  સરેરાશ તાપમાન સામાન્ય રીતે 33.10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે વર્ષ 1908 માં નોંધાયું હતું. એટલે કે આ માર્ચ 122 વર્ષ પછી આટલો ગરમ નોંધાયો હતો. 
 
ચાર એપ્રિલ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં ગરમીનો પારો 45 ડીગ્રીને વટાવી જવાની શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે.
 
હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે.
 
IMDએ 9 રાજ્યોમાં એલર્ટ જારી કરીને કહ્યું છે કે આગામી થોડા દિવસોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પૂર્વ યુપી, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, ઝારખંડ અને વિદર્ભ પ્રદેશમાં હિટવેવ આવી શકે છે. વિભાગે લોકોને આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 4 થી 8 એપ્રિલની વચ્ચે તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર