Dwarka Temple - દ્વારકાધીશ મંદિરનો ઐતિહાસિક નિર્ણય

ગુરુવાર, 13 જુલાઈ 2023 (10:42 IST)
dwarka temple
દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. ભગવાન દ્વારકાધીશજીના મંદિરના શિખર પર ધજા ચઢવાની પરંપરા પહેલીવાર બદલાઈ છે. હવેથી જગત મંદિરમાં 5ને બદલે 6 ધજા ચડાવવામાં આવશે. દ્વારકાધીશજીના મંદિર પર હવેથી પ્રતિદિન 6 વખત ધજારોહણ થશે. દ્વારકામાં ભક્તો શ્રદ્ધાથી ધજા ચઢાવવા આવે છે. જો વધુ એક ધજા ચઢે તો વધુ શ્રદ્ધાળુઓ ધ્વજારોહણનો લાભ લેશે.
 
જિલ્લા કલેકટર તેમજ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના ચેરમેન અશોક શર્માના અધ્યક્ષસથાને મળેલી બેઠકમાં લેવાયો છે. જે મુજબ, હવેથી દ્વારકાધીશના મંદિરના શિખર પર છ ધ્વજારોહણ થશે.  દેવસ્થાન સમિતિ તથા ગૂગળી જ્ઞાતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે, આજથી 12 જુલાઈથી જગત મંદિર દ્વારકામાં દરરોજ 6 ધજા ચઢશે. જેથી હજારો ભક્તો હવેથી 6 ધજાનો લાભ મળશે. જેથી હવે યાત્રિકોને મંદિરમાં ધજા ચડાવવા માટે વિલંબ નહિ પડે. દ્વારકામાં ભક્તો ભારે શ્રદ્ધાથી ધજા ચઢાવવામાં આવે છે. આવામાં જે વધુ ધજા ચઢે તો વધુ ભક્તોને લાભ મળી શકે છે. આમ, મંદિરના આ નિર્ણયથી ભક્તોમાં ખુશી છવાઈ છે. માત્ર બિપોરજોય વાવાઝોડાને કારણે મંદિરમાં કેટલીક ધજા ચઢી ન હતી, જેથી બાકીની ધજા ચઢાવવા માટે 5 ને બદલે 6 ધજા ચઢાવવાનો નિર્ણય કરાયો હતો. જે હવે કાયમી રાખવામાં આવ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર