દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચઢાવાઈ, બિપોરજોય વાવાઝોડાનું સંકટ ટળશે ?

સોમવાર, 12 જૂન 2023 (15:13 IST)
ભયંકર વાવાઝોડું બિપોરજોય 5 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યું છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વર્તાવા લાગી છે. વાવાઝોડાના પગલે ગુજરાત સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ છે. NDRF અને SDRFની ટીમો તૈનાત કરાઈ છે. બિપોરજોય વાવાઝોડાના મંડરાતા ખતરા વચ્ચે આજે ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે.
 
મંદિરે એક સાથે બે ધજા ચડાવાઈ
વાવાઝાડાને પગલે દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવામાં આવી છે. સવારે ભારે પવનના કારણે ધજા ચડાવાઇ નહોતી. જેથી હાલ એક સાથે બે ધજા ફરકાવામાં આવી છે. બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. જેથી આજે મંદિરે એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર