જાંબૂઘોડામાં સાડા છ ઇંચ વરસાદ, આજે પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના

બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (10:27 IST)
રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની ઓનલાઈન બેઠક સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાધીનગર ખાતેથી યોજાઈ હતી. રાહત નિયામકે બેઠકને સંબોધતા જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી  રાજયમાં ૩૦ - જિલ્લાના, ૧૩૧-તાલુકામાં વરસાદ નોંધાયેલ છે. જેમાં સૈાથી વધારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ૧૬૨ એમ.એમ. વરસાદ નોંધાયેલ છે. રાજયમાં અત્યાર સુધી તા.૨૧/૦૯/૨૦૨૧ અંતિત ૬૪૨.૦૬ મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૭૬.૪૪ % છે. 
 
IMD ના અઘિકારી દ્વારા જણાવાયુ હતું કે, રાજયમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં તા.૨૧,૨૨/૦૯/૨૦૨૧ સુધી પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. તથારાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, વડોદરા, અમદાવાદ,ભાવનગર,બોટાદ,વડોદરા,ખેડા, આણંદ મહિસાગર ,દાહોદ,ભરૂચ,નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.
 
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબૂઘોડામાં સાડા છ ઇંચ ખાબક્યો હતો. છોટાઉદેપુરના બોડેલીમાં સાડા પાંચ ઇંચ, વલસાડના કપરાડા માં પાંચ ઇંચ, રાજકોટના ધોરાજી અને વલસાડના ધરમપુરમાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.
 
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૩ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે જ્યારે રાજ્યના 30 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના 69 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 
 
તા.૨૫,૨૬/૦૯/૨૦૨૧ સુઘી આણંદ,વડોદરા,ભરૂચ,નર્મદા,તાપી,છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ,ડાંગ મા ભારે વરસાદની સંભાવના રહેલી છે.આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા બચાવ કાર્ય માટે NDRFઅને SDRFની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp, SDRF ને સૂચના આ૫વામાં આવી છે. 
 
કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ છે  કે, ચાલુ વર્ષે અંદાજીત ૮૩.૮૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૦/૦૯/૨૦૨૧ સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૮૫.૮૩ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૮.૦૧% વાવેતર થયેલ છે.  સરદાર સરોવર નર્મદા નિગમ લિ. દ્વારા જણાવાયુ  છે કે,સરદાર સરોવર જળાશયમાં હાલ ૧૮૬૭૩૧ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના  ૫૫.૮૯% છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૪૧૮૫૫૬ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૭૫.૦૯% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૭૯ જળાશય, એલર્ટ ૫ર કુલ- ૧૨  જળાશય તેમજ વોર્નીગ ૫ર-૧૩ જળાશય છે.
 
એન.ડી.આર.એફ.ની કુલ ૨૦ ટીમમાંથી ૧૮ ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત, ૧-નવસારી, ૨-રાજકોટ, ૧-ગીર સોમનાથ, ૧-અમરેલી, ૧-ભાવનગર, ૧-જુનાગઢ, ૨-જામનગર, ૧-પાટણ, ૧-મોરબી,૧- દેવભુમી ઘ્વારકા,૧-પોરબંદર,૧- ખેડા,૧-પંચમહાલ,૧- ગાંઘીનગર - ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને ૧-ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે એસ.ડી.આર.એફ.ની કુલ ૧૧ ટીમમાંથી ૦૮ ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જેમા ૧ –રાજકોટ,૧-ગોંડલ, ૧- જુનાગઢ,૧-કેશોદ,  ૨- જામનગર ,૧- રાલજ (આણંદ) અને ૧- ખેડા  ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. ૧-ગોઘરા,૧-વાવ,૧-વડોદરા ,૧-અમદાવાદ અને ૧-વાલીયા ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે. 
 
ઇસરો,ફોરેસ્ટ વિભાગ,આરોગ્ય વિભાગ, ફિશરીઝ વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, જી.એમ.બી., શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી.,ફાયર વિભાગ, કોસ્ટગાર્ડ, બાયસેગ તથા માહીતી ખાતાના અઘિકારીઓ મીટીંગમાં હાજર રહયા હતા અને આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના અંગે IMD ની આગાહી ધ્યાને લઇ રાહત બચાવના પગલાં અંગે તમામ વિભાગોની તૈયારી અંગે ચર્ચા/સમીક્ષા કરવામાં આવી હતી.
 
રાહત કમિશનર અને અધિક સચિવ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાવાળા ઉ૫રોકત જિલ્લાઓમાં  રાહત બચાવ અંગે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી શકાય તે રીતે સંપૂર્ણ એલર્ટ રહેવા લાઇન વિભાગના હાજર અઘિકારીઓને સૂચના આ૫વામાં આવી. વઘુમાં રાહત કમિશનર ઘ્વારા વરસાદની IMD ની આગાહી દ્યાને લેતા કડાણા ડેમની ઈનફ્લો / આઉટફ્લો અંગે રીપોર્ટ મોકલવા સિંચાઇ વિભાગના હાજર અઘિકારીને સૂચના આ૫વામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર