ગુજરાતમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત કરી દીધું છે. મૂશળાધાર વરસાદના કારણે નદીઓ છલકાય રહી છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે તો સાત જિલ્લાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને રવિવારથી લઇને આજ સુધી અહીં પૂરના કારણે અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે. તેમાંથી છે લોકો ડૂબી જતાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકોના મોત ઘર પડી જતાં થયા છે, જ્યારે 1900 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રાજ્યમાં આજે પણ રેડ એલર્ટ છે.
અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં 14 બંધ માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ વરસાદના કારણે વધુ જળ પ્રવાહ બાદ 17 બંધ માટે ચેતાવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 44 નદીઓ અને 41 તળાવ છલકાય રહ્યા છે. સરદાર સરોવર બંધ 60.83 ટકા ભરાય ગયો છે, તો બીજી તરફ 68 બંધ ઉપર સુધી ભરાય ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદેશમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પેદા થઇ છે, તો બીજી તરફ વરસાદના કારણે પાણી ભરાઇ જતાં તમામ વિસ્તારોમાં રોડ બંધ છે. તો બીજી તરફ સામાન્ય લોકોના ઘરમાં પાણી ભરાઇ જતાં મુશ્કેલી સર્જાઇ છે.
તો બીજી તરફ આજે મહેસાણા, પાટણ, સુરત, ગીર સોમનાથ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગે ઉત્તર, દક્ષિણ અને પૂર્વી-મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ઘણા જિલ્લામાં આજે પણ ભારે વરસાદની ચેતાવણી આપી છે.