અનામતની ચર્ચા કરી જ નથી, આંદોલન ચાલુ જ રહેશે:હાર્દિક

બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (12:55 IST)
સરકાર સાથે બેઠક કરીને સ્વર્ણિમ-૨ સંકુલની બહાર આવેલા પાસનાં હાર્દિક પટેલ અને એસપીજીના લાલજી પટેલે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં બન્ને અગ્રણીઓએ જૂદા જૂદા મંતવ્યો આપ્યા હતા. હાર્દિકે એવું કહ્યું હતું કે આ ચર્ચા સારી રહી હતી પરંતુ કોઇ પરિણામ આવ્યું નતી માટે અમારી લડત ચાલુ જ રહેશે. બન્ને આગેવાનોએ કહ્યું કે આંદોલન અનામત માટે હતું. જેની કોઇ ચર્ચા જ આ બેઠકમાં નથી થઇ. બાકીની જે માગ હતી એ તો સરકારની ભૂલોને કારણે ઊભી થઇ છે. એ માગણી પૂરી કરે તો એ બાબત સરકારની 'ભૂલ સુધારણા' કહેવાય. પાટીદારોની માગણી પૂરી થઇ ના કહેવાય. બે દિવસમાં કેસો પાછા ખેંચવાનો આદેશ અને બન અનામત આયોગની જાહેરાતને આવકારીશું. પરંતુ બેઠકમાં પાટીદારોને અનામત આપવા સંદર્ભની કોઇ જ વાતચીત સરકારે કરી નથી કે અમને બોલવા દીધા નથી. આયોગ અને તપાસ કરવા માટે સીટની રચનાનો સત્તાવાર નિર્ણય સરકાર જાહેર કરશે પછી જ અમે આગળની રણનીતિ ઘડીશું. પાસ અને એસપીજીનાં હોદેદારો પણ મીડિયા સમક્ષ અલગ અલગ વાતો કરતાં હતા. જેમાં તેઓએ કહ્યું કે, સરકાર એવું કહે છે કે પહેલા આંદોલન સમાપ્ચ કરો પછી જ રાજદ્રોહનાં કેસો પાછા ખેંચાશે. ખરેખર તો સમાધાન કરતી વખતે આવી કોઇ શરત હોવી જોઇએ નહીં. આ બેઠક નિષ્ફળ ગઇ છે. અમે આંદોલન ચાલુ જ રાખીશું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર