ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રજાને સ્વચ્છ, ભ્રષ્ટાચારમુક્ત અને નિષ્પક્ષ સરકાર આપવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતના પ્રવાસે નીકળેલા જન વિકલ્પ મોરચાના પ્રણેતા શ્રી શંકરસિંહવાઘેલાએ આજે જુનાગઢથી 400 યુવાનો સાથે રેલીનું સોમનાથ તરફ પ્રયાણ કર્યું હતું. સોમનાથ ખાતે દર્શન કર્યાં બાદ માંગરોળમાં જેસિંગ ભગતના ફાર્મ ઉપર તેમણે વિશાળ જનમેદનીને સંબોધન કર્યુ હતું.
અહીં ખેડૂતોઅને વેપારીઓએ તેમની સમક્ષ કૃષિ અને જીએસટી સંબંધિત સમસ્યાઓ બાપુ સમક્ષ રજૂ કરી હતી. આ દરમિયાન બાપુએ જણાવ્યું હતું કે તેમના અગાઉની શાસનમાં ખેડૂતોના વીજળી અને પાણીના બી લો માફકરવામાં આવ્યાં હતાં. જો જન વિકલ્પ મોરચાનૂ સરકાર બનશે તો સ્વચ્છ અને પારદર્શક સરકાર બનશે, જે સામાન્ય જનતાને કેન્દ્રમાં રાખીને કામ કરશે.