આગામી તા.૦૩ એપ્રિલે ગુજકેટ ૨૦૨૩ની પરીક્ષા લેવાશે

શુક્રવાર, 31 માર્ચ 2023 (16:15 IST)
આગામી તારીખ ૦૩ એપ્રિલ ૨૦૨૩ના રોજ ગુજરાત કોમન  એન્ટ્રરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા સવારના ૧૦ કલાકથી બપોરના ૧૬ કલાક દરમિયાન યોજાવા જઈ રહી છે.જેના અનુસંધાને પંચમહાલ જિલ્લામાં નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક ગોધરા સ્થિત કલેકટર કચેરી વી.સી.હોલ ખાતે યોજાઇ હતી. 
 
આ પ્રસંગે નિવાસી અધિક જિલ્લા કલેકટરએ ઉપસ્થિતોને સદર પરીક્ષાના સુચારુ સંચાલન, આયોજન અને જરૂરી વ્યવસ્થા અંગે સલાહ સૂચનો કર્યા હતા. 
 
પંચમહાલ જિલ્લાના ૦૯ કેન્દ્રો, ૧૦૪ બ્લોક પર કુલ ૨૦૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં ગ્રુપ Aમાં ૩૮૬,ગ્રુપ Bમાં ૧૬૩૯ અને ગ્રુપ ABમાં ૦૫ મળી કુલ ૨૦૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તમામ પરીક્ષા સ્થળો ખાતે સી.સી.ટી.વી કેમેરાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. સદર પરીક્ષામાં પેપર ૧ ફિઝિક્સ &કેમેસ્ટ્રી, પેપર ૨ બાયોલોજી અને પેપર ૩ ગણિતનું લેવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશભાઈ પટેલ સહિત પરીક્ષા સમિતિના સબંધીત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર