અમદાવાદમાં ‘‘મોદી હટાવો, દેશ બચાવો’’ના પોસ્ટર્સ લગાવનાર AAPના આઠ કાર્યકરોની ધરપકડ

શુક્રવાર, 31 માર્ચ 2023 (14:41 IST)
શહેરમાં એરપોર્ટ, ઇસનપુર, વટવા, નારોલ, મણિનગર, વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ 
અમદાવાદમાં ગઈ કાલે મોડી રાત્રે મોદી હટાવો દેશ બચાઓના પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં હતાં. આ પોસ્ટર્સ લાગતાં જ પોલીસ પણ સક્રિય થઈ ગઈ હતી. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને પોસ્ટર્સ હટાવી લેવાયા હતાં.

પોલીસે પોસ્ટર્સ લગાવનાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપીઓ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે અને હાલમાં તેમની પુછપરછ શરૂ કરી દેવાઈ છે. પોલીસે શહેરમાં સીસીટીવી તથા બાતમીદારો દ્વારા તપાસ હાથ ધરી હતી. તે ઉપરાંત અલગ અલગ ટીમો પણ બનાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, શહેરમાં આ પ્રકારના પોસ્ટર્સ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યાં છે. પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, પોસ્ટર્સ લગાવનાર આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવ્યાં છે તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે. પોલીસે આ ઘટનામાં આઠ લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં એરપોર્ટ, ઇસનપુર, વટવા, નારોલ, મણિનગર, વાડજ પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ છે. તે ઉપરાંત પ્રિન્ટિંગ પ્રેસના મલિક સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે જાહેર મિલકતોને નુકશાન પહોંચાડવાં સહિતની કલમો લગાડીને ફરિયાદ નોંધી છે. 
 
પોલીસે આઠ શખ્સોની ધરપકડ કરી  
(1) નટવરભાઇ પોપટાઇ ઠાકોર
(2) જતીનભાઇ ચંદ્રકાંતભાઈ પટેલ
(3) કુલદીપ શરદકુમાર ભટ્ટ
(4) બિપીન રવિન્દ્રભાઈ શર્મા
(5) અજય સુરેશભાઈ ચૌહાણ
(6) અરવીંદ ગોરજીભાઈ ચૌહાણ
(7) જીવણભાઈ વાસુભાઈ મહેશ્વરી
(8) પરેશ વાસુદેવભાઈ તુલસીયાની

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર