યુદ્ધની આશંકા વચ્ચે યૂક્રેનમાં ફસાયા ગુજરાતી વિદ્યાર્થીઓ, પરિવારજનોમાં ચિંતાની લહેર

બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (19:14 IST)
યુદ્ધના ભય વચ્ચે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ગુજરાત લાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ગુજરાતના 350 બાળકો યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યા હોવાનું કહેવાય છે. યુદ્ધના ભયને જોતા આ વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતિત જોવા મળે છે. જેના કારણે અનેક પરિવારોએ મુખ્યમંત્રી કાર્યાલય અને મહેસૂલ મંત્રીનો સંપર્ક કરી યુક્રેનથી પોતાના બાળકોને લાવવા માટે મદદની આજીજી કરી છે.
 
રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે યુક્રેનમાં બનેલી ઘટનાઓ અંગે રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી કાર્યાલય (CMO) વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં છે. આ પહેલા પણ કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારે લોકોને લાવવા માટે તમામ વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકાર આ વખતે પણ એટલી જ ચિંતા કરી રહી છે. યુક્રેનમાં રહેલા તમામ વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારની મદદથી લાવવામાં આવશે. આ વિદ્યાર્થીઓમાં ભય સતાવી રહ્યો છે. સાથે જ ફ્લાઈટની ટિકિટ પણ મોંઘી થઈ રહી છે.
 
યુક્રેનને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેના કારણે યુદ્ધની સંભાવના છે. બીજી તરફ યુક્રેનનું માનવું છે કે રશિયા ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે. રશિયા યુદ્ધ અને હુમલાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાએ પણ પોતાના નાગરિકોને યુક્રેન છોડવાનો આદેશ આપ્યો છે. ઘણા દેશોએ તેમના દૂતાવાસના કર્મચારીઓને પણ બોલાવી લેવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર