તાઉ-તે વાવાઝોડા સંદર્ભે ખેડૂતોને પાક અને જાનમાલના રક્ષણ માટે લેવા આટલા તકેદારીના પગલા
સોમવાર, 17 મે 2021 (18:18 IST)
રાજ્યમાં પ્રવર્તી રહેલ તાઉ-તે વાવાઝોડાની પરિસ્થિતી સંદર્ભે હવામાનખાતાની આગાહી મુજબ તા.૧૭.૦૫.૨૧ના રાત્રિ સમય થી તા. ૧૯.૦૫.૨૧ દરમિયાન મહદઅંશે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તરગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી માવઠા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. જે પરીસ્થીતી જોતાં આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાક અને જાનમાલના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા ખેતી નિયામક દ્વારા ભલામણો કરાઇ છે.
ખેતી નિયામકની યાદીમાં જણાવ્યાનુંસાર શકય હોય ત્યાં ઉનાળુ સીઝનનાઉભા પાકમાં પીયત આપવાનું ટાળવું જેથી વધારે ભેજવાળું હવામાન ટાળી શકાય અને સંભવિતરોગ અને જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય, જંતુનાશક દવા, ખાતરનોઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ભારે વરસાદના લીધે નીચાણવાળા ઉભા પાકનાખેતરોમાં પાણી ભરાઇ રહેતું હોય તો ખેતરમાં ભરાઇ રહેલા પાણીનો નિકાલ તાત્કાલિક કરવાજરૂરી આગોતરું આયોજન કરવું, ખરીફ પાકોનું આગોતરું વાવેતર શકય હોય તો આસમયગાળા દરમ્યાન મુલતવી રાખવું.
આ ઉપરાંત ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લા હોય તો તેનેતાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવાપ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીવરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, તેમજઉનાળુ મગફળી બાજરી મગ, તલ, ડાંગરા ઘાસચારો જેવા પાકો કાપણી માટે તૈયાર થયેલ હોય તો હાલ પૂરતીકાપણીની કામગીરી મુલતવી રાખવી તેમજ વધુ પવન થી નુકશાન ન થાય તે માટે બાગાયતીપાકોમાં ફળોની સમયસર વીણી કરીને ટેકો આપવાની વ્યવસ્થા કરવી, રાસાયણીક ખાતર કે નવું ખરીદેલ બિયારણ પલડે નહીં તે મુજબ સુરક્ષિતસ્થળે ગોડાઉનમાં રાખવું.
એપીએમસીમાં અનાજ કે ખેત પેદાશ સુરક્ષિત જગ્યાએ તાડપત્રીથી ઢાંકીનેરાખવા. એપીએમસીમાં કે અન્ય જગ્યાએ વેચાણ અર્થે અથવા સંગ્રહ માટે લઇ જવાતી ખેત પેદાશોતાડપત્રીથી ઢાંકીને જ લઇ જવી. અને અનાજ કે ખેતપેદાશ ખરીદ વેચાણ માટે લઇ જવાતી અનાજઅને ખાદ્ય પેદાશોને સુરક્ષિત તાડપત્રીથી ઢાંકીને લઇ જવી.
ખાસ કરીને વાવાઝોડાના સમય દરમ્યાન પાલતુ પશુઓને ખુલ્લામાં, વીજળીના થાંભલા કે ઝાડની નીચે ન રાખતા સલામત સ્થળે રાખવા. પશુઓના શેડઉપરના પતરા ઉડી ન જાય તે મુજબ ફીટિંગ કરવા અને ઉપર વજન મુકવું અને શેડ ઉપર જોખમીચીજ વસ્તુઓ હોય તો ઉતારી લેવી.
વધુ વરસાદની પરિસ્થિતિમાં પશુઓ માટે ઘાસચારાનોયોગ્ય સંગ્રહ કરવો તથા વૈકલ્પિક આહાર તથા પીવાના પાણી જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાનઆપવું. વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતા મોબાઇલ ફોન તોચ વગેરે ચાર્જ કરીને રાખવું સલામતી અને સુરક્ષા માટેની તમામ વ્યવસ્થા રાખવી .
આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક,જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક વિસ્તરણ, નાયબ ખેતી નિયામક ( તાલીમ ), નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ( કેવીકે ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.