જો હવે ટ્રાફિક નિયમનો આવી રીતે ભંગ કરશો તો નવા પ્રકારનો મેમો મળશે

શુક્રવાર, 8 નવેમ્બર 2019 (16:10 IST)
ટ્રાફિક અવેરનેસ તથા વાહન ચાલકોમાં અવેરનેસ માટે રોજ નવા નિયમો તૈયાર થઈ રહ્યાં છે. એક તરફ ટ્રાફિકના દંડને લીધે લોકો દંડાઈ રહ્યાં છે તો ક્યાંક લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે. પરંતુ હવે એક નવો મેમો લોકો માટે તૈયાર થઈ રહ્યો છે. આ મેમોથી વધુ નવા મેમા માટે લોકોએ તૈયાર રહેવું પડશે. રસ્તા પર જો વાહન ચાલક હેલ્મેટ પહેર્યા વગર અથવા સિટ બેલ્ટ બાંધ્યા વગર નીકળે તો ટ્રાફિક પોલીસ તેમને દંડ ફટકારી રહી છે પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા કોઇપણ વાહન ચાલકને હેલ્મેટ વગર તેમજ સીટ બેલ્ટ બાંધ્યા વગર નિકળે તો તેને ઇ-મેમો ફટકારવામાં આવી રહ્યો નથી. પોલીસ દ્વારા હાલમાં માત્ર રેટ વાયોલેશન એટલે કે, સિગ્નલ ભંગના જ ઇ-મેમો ફટકારવામાં આવી રહ્યા છે. ટ્રાફિક ડીસીપીએ એક અખબાર સાથેની વાતચીતમાં  જણાવ્યું હતું કે, નવા નિયમો લાગૂ થઇ ગયા છે પરંતુ ફેસ રિકગ્નેશન સીસ્ટમ દ્વારા ઇ-મેમો ફટકારવાની ટ્રાયલ ચાલી રહી છે જેના કારણે હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ વગરના વાહન ચાલકને ઇ-મેમો આપવામાં આવી રહ્યા નથી. ફેસ રિક્ગનિશન સિસ્ટમ એટલે ચાર રસ્તા પર જ્યારે કોઇપણ વાહન ચાલક ઉભા હશે ત્યારે જે પણ વાહન ચાલકે નિયમનો ભંગ કર્યો હશે, તેની તમામ માહિતી પાછળ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જશે એટલે કે જેટલા પણ વાહન ચાલકે નિયમનો ભંગ કર્યો હશે, તેને કેમેરા ઓટોમેટિક જ તેને કેપ્ચર કરી લેશે અને તેનો ઇ-મેમો ઓટોમેટિક જનરેટ થઇ જશે. કોઇપણ વાહન ચાલક જ્યારે ટ્રાફિક નિયમનો ભંગ કરે અને ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ પકડે તો પોલીસ દ્વારા સ્થળ પર જ દંડ વસૂલે છે. વાહન ચાલક દ્વારા આ દંડ ભર્યા બાદ પણ જો ચાર રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરામાં વાહન ચાલક નિયમ ભંગ કરવા બદલ ઝડપાશે તો ચાલકને ઇ-મેમો પણ ફટકારવામાં આવશે. આમ ચાલકને એક નિયમ ભંગ કરવા પર બેવાર દંડ ભરવાના રહેશે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર