૮૦.૮૫ લાખ હેકટરનો પાક ધોવાયો: ખેડૂતોને લીલા દુષ્કાળમાંથી ઉગારો

શુક્રવાર, 8 નવેમ્બર 2019 (16:03 IST)
ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાએ તબાહી મચાવી છે અને ચાલુ વર્ષે ચોમાસા બાદ પણ વરસાદ પડતાં ખેડૂતોનો ૮૦.૮૫ હેકટરનો પાક તબાહ થયો છે ત્યારે સરકાર તાકિદે સર્વે કરાવીને રાહત જાહેર કરે તેવી માગણી જિલ્લાભરના ખેડૂતોમાં ઊઠી હતી આજે હાર્દિક પટેલે જિલ્લા કૉંગ્રેસના આગેવાનોને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રાજ્યમાં વીમા કંપનીઓ ખેડૂતો કહે તે રીતે સર્વે કરીને વળતરની કાર્યવાહી કરે એવી જિલ્લાભરના ખેડૂતોએ માગ કરી હતી. સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, તલ, બાજરી સહિતના પાકોમાં પારાવાર નુકસાની થઈ છે. કઠોળનો પાક ૭૦ ટકા નષ્ટ થઈ ગયો છે. ૧૩ લાખ હેકટરમાં મગફળીના વાવેતર થયા હતા તે તૈયાર પાક બગડયો છે. ૧૯ લાખ હેકટરનો કપાસ પણ ખરાબ થઈ ગયો છે. તાકિદે સહાય ચૂકવાય એવી માગ ઊઠી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર