બહુચર્ચિત અમદાવાદ ગેંગ રેપ કેસનો આરોપી વૃષભ મારુ અચાનક અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં થયો હાજર
મંગળવાર, 3 જુલાઈ 2018 (13:11 IST)
અમદાવાદ, બહુચર્ચિત સેટેલાઇટ, અમદાવાદ ગેંગ રેપ કેસનો આરોપી વૃષભ મારુ અચાનક અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં આજે સવારે પોતાના વકીલ સાથે હાજર થયો હતો. આરોપી ગૌરવ દાલમિયા બાદ વૃષભ મારુ ક્રાઇમ બ્રાંચમાં સામેથી હાજર થઇ જતાં કેસમાં નવો વળાંક આવ્યો છે.
પીડિતા મેટ્રો કોર્ટમાં બંધ બારણે જજ સમક્ષ સીઆરપીસીની કલમ 164 અંતર્ગત નિવેદન નોંધાવશે. જેમાં ક્રાઈમ બ્રાન્ચ હાઇકોર્ટ સમક્ષ બનાવના દિવસોના સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર રજૂ કરશે.