ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, જાણો કયા જીલ્લામાં છે વરસાદની આગાહી
શુક્રવાર, 24 ઑક્ટોબર 2025 (12:33 IST)
ગુજરાતમાં દિવાળી અને બેસતા વર્ષના તહેવારો પૂરા થઈ ગયા છે અને આ દરમિયાન હવામાનમાં ફરી પલટો આવ્યો છે. આજે એટલે કે 24 ઑક્ટોબર, શુક્રવારથી ચાર દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને 25 ઑક્ટોબર અને 26 ઑક્ટોબર (શનિવાર અને રવિવાર)ના રોજ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વ્યાપક વરસાદ પડી શકે છે. ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને દીવમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી વરસાદની પડે તેવી શક્યતા છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી પસાર થઇને ગુજરાતમાં વરસાદ લાવે તેવી શક્યતા જોવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 26 ઓક્ટોબર બાદ વરસાદ આવશે. આ સિસ્મટના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાઠાંના વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. હવામાન નિષ્ણાતના મત મુજબ આગામી 4થી 5 દિવસ સુધી સિસ્ટમ નબળી પડે તેવી શક્યતા ઓછી છે. જેથી 26 નવેમ્બર બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની શકયતા છે. આ સિસ્ટમના કારણે 26થી 1 નવેમ્બર સુધી વરસાદની આગાહી છે.
ક્યા ક્યા પડી શકે છે વરસાદ ?
આ ડિપ્રેશન લક્ષદ્વિપથી 530 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે, જ્યારે મેંગલોરના દરિયાકિનારાથી 810 કિમી સાઉથવેસ્ટમાં, પણજી (ગોવા)ના દરિયાકિનારાથી 870 કિમી દૂર છે અને આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રને પાર કરી શકે છે.અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 24 ઑક્ટોબરે દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
આ તમામ જિલ્લાઓ માટે યલો ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે જે આગામી ત્રણ દિવસ સુધી અમલમાં રહેશે. 25 ઑક્ટોબરે ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ મુજબ શનિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અમુક સ્થળે ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત રાજ્યમાં બાકીના જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી છે. તેમાં અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.
26 ઑક્ટોબર, રવિવારે સુરત, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અમુક સ્થળે ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ પડી શકે છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ આંશિક રીતે વાદળછાયું રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહી શકે છે, જ્યારે લઘુતમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે.
હવામાન વિભાગે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ઓરેન્જ ઍલર્ટની જાહેરાત કરી છે. મુંબઈ અને ચેન્નાઈ જેવાં શહેરોમાં વરસાદને લઈને ઍલર્ટ આપવામાં આવ્યું છે. કન્યાકુમારી, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે.
તામિલનાડુમાં 24 ઑક્ટોબરથી લઈને 26 અને 28 ઑક્ટોબરે વરસાદ પડી શકે છે. કેરળમાં 27 અને 28 ઑક્ટોબરે ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી છે.
કર્ણાટક અને તેલંગણાના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે તેમ આઈએમડીની પ્રેસ રિલીઝ જણાવે છે.