પંજાબની જેલમાંથી ચાલતા ડ્રગ્સ નેટવર્કનો ગુજરાત પોલીસે કર્યો પર્દાફાશ

શનિવાર, 10 સપ્ટેમ્બર 2022 (11:32 IST)
ગુજરાત એટીએસ તેમજ ડીઆરઆઈ  દ્વારા કરવામાં આવેલા ઓપરેશન ગિયર બોક્સ દ્વારા કોરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ અંગે એક પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  જણાવ્યું હતું કે ડ્રગ્સ વિરોધી અભિયાનની ઝડપ હજુ પણ વધારવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ડ્રગ્સ દેશમાં ડ્રગ્સ ફેશન બની ચૂક્યું છે અને ગુજરાત પોલીસે ડ્રગ્સ પર હલ્લાબોલ કર્યો છે તેમણે કહ્યું હતું કે છેલ્લા એક વર્ષ માં 6500 કરોડનું ડ્રગ્સ પકડયું છે અને ડ્રગ્સ સામેની કામગીરીમાં સૌથી મોટું કામ ગુજરાત પોલીસે કર્યું છે.

ડ્ર્ગ્સ મુદે રાજકારણ કરતા નેતાઓએ ઉપર આકરા પ્રહાર કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે  ડ્રગ્સ વિરોધી અભિયાનની ઝડપ હજી વધારે વધશે અને ડ્રગ્સ જેવા મુદ્દા પર રાજકારણ ન રમવું જેઈએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ ગુજરાત ATSએ દરોડા પાડી ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસ અને DRIએ કોલક્તા પોર્ટ પરના એક કન્ટેનરમાંથી અંદાજીત 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. બાતમીના આધારે એટીએસ અને DRIએ ઓપરેશન ગિયર બોક્સ પાર પાડ્યું હતું.દુબઈથી કોલક્તા આવેલા કન્ટેનરમાં ગિયર બોક્સના સ્ક્રેપ વચ્ચે ડ્રગ્સના પેકેટની હેરાફેરી થતી હતી. 36 ગિયર બોક્સ પૈકી 12 ગિયર બોક્સ ખોલતા 72 પેકેટ્સ મળ્યા હતા અને ડ્રગ્સનો કુલ 39.5 કિલો જથ્થો જપ્ત કરાયો હતો  DGP આશિષ ભાટિયાએ આ ઓપરેશન અંગે જણાવ્યું હતું કે હજુ હજૂ આ ઓપરેશન ચાલુ છે અને અન્ય ગિયર બોક્સ ખોલતા વધારે ડ્રગ્સ ઝડપાય તેવી શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર