Daler Mehndi Arrested: જાણીતા પંજાબી સિંગર દલેર મેહંદીને પંજાબ પોલીસે માનવ તસ્કરી મામલામં અરેસ્ટ કર્યા છે. તાજેતરમાં કોર્ટે 15 વર્ષ જૂના માનવ તસ્કરી કેસમાં મેહંદીને બે વર્ષ કેદની સજા સંભળાવી હતી. આજે સુનાવણી થઈ જેમા પટિયાલા કોર્ટે 2 વર્ષની સજાને કાયમ રાખી છે. ઉલ્લેખનીય છે કે આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે દલેર મેહંદીને દોષી ઠેરવ્યા અને થોડીવાર પછી સજા સંભળાવી. આ 2003 કબૂતરબાજીનો મામલો છે. અને કેસનો નિણય 15 વર્ષ પછી થયો.
2003માં દલેર વિરુદ્ધ નોંધાયો હતો કેસ
ઉલ્લેખનીય છે કે મેહંદી વિરુદ્ધ 2003માં કેસ નોંધવામાં આવ્યો હતો. લગભગ 15 વર્ષની સુનાવણી પછી 2018માં પટિયાલાની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટે તેમને 2 વર્ષ કૈદ અને 2 હજાર રૂપિયા દંડની સજા સંભળાવી હતી. 3 વર્ષથી ઓછી સજા થવાને કારણે દલેરને એ સમયે જામીન મળી ગઈ હતી. દલેરને એ સમયે જામીન મળી ગઈ હતી. દલેર મેહંદીએ ટ્રાયલ કોર્ટની સજાના નિર્ણયને પટિયાલા સેશન કોર્ટમાં પડકાર આપ્યો હતો. જેની સુનાવણી દરમિયાન ગુરૂવારે એડિશનલ સેશન એચએસ ગ્રેવાલે દિલેરની અરજી રદ્દ કરી દીધો. ત્યારબાદ દલેરને અરેસ્ટ કરી લેવામાં આવ્યો.