ગુજરાત પોલીસને ગ્રેડ પેનું આંદોલન ઉગ્ર બન્યું, યુવક તબિયત લથડી, ડેલીગેશને ગૃહમંત્રી સાથે કરી મુલાકાત
રાજ્યભરમાં ગુજરાત પોલીસને ગ્રેડ પેના આંદોલનને સાથ મળી રહ્યો છે. ઠેર ઠેર સમર્થન મળતાં સુરત, મહેસાણા સહિત ગાંધીનગરમાં આંદોલનના પડઘા જોવા મળ્યા હતા. ત્યારે ગુજરાત પોલીસને ગ્રેડ પેના આંદોલનને લઈને ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવારજનો ધરણા પર બેઠાં છે. ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલા પોલીસના આંદોલન મામલે ગૃહમંત્રી સાથે પોલીસકર્મીની માંગણી પર ચર્ચા થઇ હતી. તેમજ ધરણા પર બેઠેલામાંથી 15 લોકોનું એક ડેલીગેશન ગૃહમંત્રીને મળવા પહોંચ્યું હતું. ધરણા સ્થળ પર સિગ્નેચર બોર્ડ મૂકવામાં આવ્યું છે. આ સિગ્નેચર બોર્ડ પર ધરણા પર બેઠેલા પોલીસકર્મીના પરિવારજનોએ સહી પણ કરી છે.
ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલા પોલીસના આંદોલન મામલે ગૃહમંત્રી સાથે પોલીસકર્મીની માંગણી પર ચર્ચા થઇ હતી. જેને પગલે ધરણા પર બેઠેલામાંથી 15 લોકોનું એક ડેલીગેશન ગૃહમંત્રીને મળવા પહોંચ્યું હતું. સાતમાં પગાર પંચ મુજબ મુખ્ય 3 માંગણી પર ચર્ચા થઇ હતી. રજા પગાર, ગ્રેડ પેમાં વધારો અને ઓવર ટાઇમ પર મુખ્ય ચર્ચા થઇ હતી. તો આ તરફ સુરતમાં પણ પોલીસ ગ્રેડ પે આંદોલન મામલો ઉગ્ર બન્યો છે. પીપલોદ ખાતે પોલીસ લાઇનમાં પોલીસ પરિવારો રસ્તા ઉપર ઉતર્યા છે.
પોલીસ પરિવારે જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રીએ અમને મદદની ખાતરી આપી છે. અમને પોલીસે કોઇ ધમકી આપી નથી. ગ્રેડ પે અને SRPના મુદ્દે ચર્ચા થઇ છે. ગૃહ રાજ્યમંત્રી પોલીસ પરિવારો સાથે ફરીથી બેઠક કરશે. આ કોઇ રાજકીય આંદોલન નથી. ખોટા મેસેજ વાયરલ થયા છે તેને દૂર કરાશે. અમે અગાઉ પણ રજૂઆતો કરી હતી. સરકાર સમિતિની રચના કરશે. 7 મુદ્દાઓ પર ગૃહ રાજ્યમંત્રી સાથે ચર્ચા થઇ છે. જ્યાં સુધી પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.