ગુજરાતમાં ISISના 40 ઓપરેટરો સક્રિય હોવાનો ઝડપાયેલા ત્રાસવાદીઓનો ચોંકાવનારો ખુલાસો

મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (12:19 IST)
રાજકોટ અને ભાવનગરથી ઝડપાયેલા ત્રાસવાદી સંગઠન ISISના સંદિગ્ધ ત્રાસવાદીઓએ તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેમણે જણાવ્યું કે રાજકોટના ત્રિકોણ બાગ અને ગુંડાવાડી વિસ્તારમાં તેમની બોમ્બ વિસ્ફોટની યોજના હતી. સોમવારે પેશી દરમિયાન બંને આતંકીઓને કોર્ટે 10 માર્ચ સુધી ATSની કસ્ટડીમાં મોકલી દીધા છે. બંને ભાઈઓએ તપાસ ટીમને ભારતના ISISના નેટવર્ક અંગે પણ મહત્વની જાણકારી આપી.

આ જે જાણકારી આપી તેનાથી તપાસ એજન્સીઓની આંખો પહોળી થઈ ગઈ છે. કારણ કે તેમણે કહ્યું કે અમદાવાદ સહિત ગુજરાતના અનેક ભાગોમાં તેમના જેવા ISISના 40 જેટલા આતંકીઓ ફેલાયેલા છે. જે ISISની દુનિયાભરમાં ચાલતી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. બંને ભાઈઓએ તપાસ ટીમને ભારતમાં ISISના નેટવર્ક અંગે અનેક મહત્વપૂર્ણ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે રાજકોટના ત્રિકોણબાગ અને ગુંડાવાડી વિસ્તારમાં તેમની બોમ્બ વિસ્ફોટની યોજના હતી. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર તપાસ દરમિયાન બંને ભાઈઓએ ISIS સંબંધિત 40 જેટલા શંકાસ્પદ આતંકીઓના નામ પણ આપ્યાં છે. એક અધિકારીના જણાવ્યાં મુજબ અમદાવાદ સહિત ગુજરાતના અનેક ભાગોમાં આ 40 શંકાસ્પદ આતંકીઓ ફેલાયેલા છે. આ તમામ લોકો અંગે વધુ જાણકારી મેળવવાના ચક્રો ગતિમાન છે. જેથી કરીને તેમના અસલ મનસૂબાઓ સુધી પહોંચી શકાય.

તપાસ ટીમ અનુસાર ISIS ઓપરેટર્સ બિગ કેટ અને વનગોલ1એમ જેવા નામો સાથે પરસ્પર સંપર્કમાં હતાં. ટીમને શક છે કે @katakat313 હેન્ડથી વસીમ સાથે સોશિયલ મીડિયામાં સંપર્કમાં રહેનારા અન્ય ભારતીયો પણ હોઈ શકે છે.  એક અધિકારીના જણાવ્યાં મુજબ બંને ભાઈઓએ પ્લાન બનાવ્યો કે તેઓ પોતાની ગાડી ભાવનગર લઈ જશે પરંતુ પકડાઈ જવાના ડરે તેમણે ગાડીમાં વિસ્ફોટકો રાખ્યા નહીં. વસીમ અને નઈમની રવિવારે કરાયેલી પૂછપરછમાં તેમણે ISIS ચીફ અબુ બકર અલ બગદાદી અને ઓસામા બિન લાદેનને પોતાના રોલ મોડેલ ગણાવ્યાં હતાં.

વેબદુનિયા પર વાંચો