ઓડિશામાં ત્રાટકેલા ફાની વાવાઝોડાથી અસરગ્રસ્તોને બચાવવા ગુજરાતથી NDRFની 6 ટીમો રવાના

શુક્રવાર, 3 મે 2019 (12:11 IST)
ઓડિશામાં ત્રાટકેલા ફાની વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુજરાત એનડીઆરએફની ટીમો પણ જવાની છે. રાજ્યની 6 ટીમ વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા ઓડિશા પહોંચશે. 18 બોટ અને સેટેલાઈટ ફોન સાથે એનડીઆરએફની ટીમ ચક્રવાત અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને બચાવ અને રાહતની કામગીરી કરશે. હાલ એનડીઆરએફની 54 ટીમો ઓડિશામાં તૈનાત છેપુરી અને ગોપાલપુરમાં ફાની તોફાને દસ્તક દીધી છે. ત્યારે આ મામલે આઈએડીએના અધિકારીઓએ જણાવ્યુ કે, ફાનીના કારણે ઓડિસામાં 24 કલાક સુધી ભારે વરસાદ પડવાનો છે. ફાનીની અસર શનિવારની સવાર સુધી વર્તાશે. અને અનેક વિસ્તારમાં 240થી 245 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણના કારણે ફાનીએ ઓડિશા સહિત પશ્વિમ બંગાળમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. જેથી પશ્વિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ભારેથી અતી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે આગાહીના પહેલા તમામ રાજ્યની સરકારને એલર્ટ પણ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર