ગુજરાતની 27 જેલમાંથી 972 કરતા વધુ કાચા-પાકા કામના કેદીઓ ફરાર

ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (17:20 IST)
ચાંદખેડા પોલીસ મંગળવારે રાત્રે દસ વાગે સિવિલ હોસ્પિટલમાં 4 ઘરફોડીયા ચોરની સારવાર કરાવવા ગઇ હતી. ત્યારે બે ચોર પોલીસને ધકકો મારીને ફરાર થઇ ગયા હતા. તેમનો કોઇ પત્તો લાગ્યો નથી. બીજી તરફ રાજ્યની 27 જેલોમાં 972થી વધુ કાચા અને પાકા કામના કેદીઓ ફરાર થઇ ગયા છે. કેદીઓ જાપ્તામાંથી, વચગાળાના જામીન મેળવીને ફર્લો, અને પેરોલ લઇને ભાગેલા આરોપીઓને પકડવા માટે ફર્લો સ્કવોર્ડ બનાવવામાં આવી છે. છતાં ફર્લો સ્કવોર્ડને પણ પુરતી સફળતા  આરોપીઓને પકડવામાં મળતી નથી. 972 પૈકીના 10 તો દાણચોરો,આર્મી એકટના ગુનાનો આરોપી, હત્યાનો આરોપી તેમજ વચગાળાના જામીન લઇને ગયેલા  કેદીઓ ફરાર તેમજ  પેરોલમાંથી પરત નહી આવેલા કેદીઓનો સમાવેશ થાય છે. અમદાવાદની સાબરમતી જેલમાંથી ભાગેલો એક આરોપી 46 વર્ષથી મળતો નથી. અલ્લાબક્ષ ફકીર મહંમંદ મકરાણીને 1969માં હત્યાના આરોપસર સજા પડી હતી. 1971 સુધી તે અમદાવાદની સાબરમતી જેલમાંથી ભાગેલો તેણે આજ દિન સુધી ગુજરાતની બાહોશ પોલીસ શોધી શકી નથી. આ ઉપરાંત વડોદરાની જેલમાંથી પેરોલ મેળવીને ગૌતમ જયંતીલાલ પરીખ 1967માં પકડાયો હતો. તેણે પોલીસે આર્મી એકટના ગુનામાં પકડયો હતો. કોર્ટે તેણે આજીવન કેદની સજા ફટકારી હતી. 49 વર્ષ થયાં છતાં પોલીસ તેણે શોધી શકતી નથી. 10  દાણચોરો સહિત 28 આરોપીઓ ભુકંપ દરમિયાન ભાગી ગયા છે. ભુજની ખાસ પલારા જેલમાંથી 2001માં ભુકંપ દરમિયાન 28 આરોપીઓ નાસી ગયા હતા. પોલીસ આ આરોપીઓને આજ દિન સુધી શોધી શકી નથી. 28માંથી 10 આરોપીઓ તો દાણચોરીના આરોપસર જેલમાં હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર