ગુજરાતમાં 250 કરોડનો દારૂ પકડાયો, પણ 25000 કરોડનો દારૂ બજારમાં ઠાલવી દેવાયો

ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (15:01 IST)
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રૂ.250 કરોડનો દારૂ પકડાયો છે, પરંતુ તેની પાછળ રૂ. 25000 કરોડનો દારૂ ઠલવાઈને વચાઈ ગયો હોવાનું વાસ્તવિક હોવા છતાંય ગુજરાત ભાજપના નેતાઓ લાજવાને બદલે ખોટા ગાજી રહ્યા છે. ગુજરાતની નવી પેઢીને દારૂ, ગાંજો, અફીણ, કોકેઈન, હેરોઈન સહતિના નશાની લત લગાડીને સરકાર પોતાની નિષ્ફળતા છાવરવાનો પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ ગુજરાત કોન્ગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આજે કર્યો હતો. 

દારૂબંધી એક મજાક  હોવાની વાસ્તવિકતા હોવા છતાંય ગુજરાત ભાજપના નેતાઓ લાજવાને બદલે ગાજી રહ્યા હોવાનો પરેશ ધાનાણીનો આક્ષેપ મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવી ગુજરાતને સ્વચ્છ બનાવવામાં વર્તમાન સરકાર નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં આજે ગલીએ ગલીએ દારૃ વેચાઈ રહ્યો છે. તેને કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. 

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય ગુજરાતમાં મોટા પ્રામણાં દારૂ પકડાઈ રહ્યો છે. દેશી દારૂ બનાવનારાઓના ભઠ્ઠા ધમધમી રહ્યા છે. વિદેશી દારૂ અને બિયર રાજ્યમાં બનતા નથી. પોલીસ તંત્રની મહેરબાની હેઠળ જ ગુજરાતમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઘૂસાડવામાં આવી રહ્યો છે.  

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે બે વર્ષમાં 15,40,454 લિટર દેશી દારૂ, વિદેશી દારૂની 1,229,50,463 બોટલ, બિયરની 17,34,792 બોટલ પકડાઈ છે. તેની કિંમત રૂ.254,80,82,966 થાય છે. પોલીસ દ્વારા પકડવામાં આવતો દારૂનો જથ્થો એક ટકા જેટલો જ છે.

99 ટકા દારૂ પોલીસની રહેમ નજર હેઠલ બુટલેગરો ગુજરાતમાં વેચી મારે છે. ભાજપની વર્તમાન સરકાર ગાંધીના ગુજરાતમાં ચુસ્ત દારૂબંધી કરાવવામાં નિષ્ફળ નીવડી છે. વાસ્તવિકતાને સ્વીકારીને લાજવાને બદલે ગાજી રહી હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો. 

તેમણે કહ્યું હતું કે ડિસેમ્બર 2016માં વડોદરા જિલ્લાના અખંડ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 260 લોકો પકડાયા હતા. તેમાં દારૂની મજા માણી રહેલા 14 જેટલા અધિકારીઓની હજી ધરપકડ કરવામાં આવી નથી. આતંકવાદીઓને ઝડપથી પકડી શકતી રાજ્યના જાંબાજ પોલીસ દારૂના કેસમાં ત્રણ ત્રણ વર્ષ સુધી કેમ કોઈને પકડી શકતી નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર