ગુજરાત હાઈકોર્ટને (Gujarat High Court) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ હાઈકોર્ટના ઈ-મેલ એડ્રેસ પર ધમકીભર્યો ઈ-મેલ મોકલ્યો છે. પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ હાઈકોર્ટ પહોંચી ગઈ છે. હાઈકોર્ટના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે .