મુખ્યમંત્રીએ સાયરન, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, ફલેશ લાઇટ અને હાઇ કવોલિટી સેફટી હેલ્મેટથી સજ્જ આ પ૦ બાઇકને પ્રસ્થાન સંકેત આપી રાજ્યના નાગરિકોની સેવા માટે પોલીસ દળને અર્પણ કર્યા હતા. વિજયભાઇ રૂપાણીએ આ બાઇકર્સ હાલની PCR વાન સમકક્ષ ટુવ્હીલર છે તેમ જણાવતા ઉમેર્યુ કે, રાજ્યમાં માર્ગ અકસ્માત કે અન્ય કોઇ વિપદા સમયે જ્યાં PCR વાન પહોચી શકે તેમ ન હોય ત્યાં આવી બાઇકસથી ત્વરાએ પહોચીને સારવાર – સુરક્ષા સલામતિ પ્રબંધન ઝડપી થઇ શકશે. મુખ્યમંત્રીએ આ મોટરબાઇકને પ્રસ્થાન કરાવ્યું તે સમયે મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ, ગાંધીનગર રેન્જ આઇ.જી. મયંકસિંહ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.