દ્વારકાના કાચબા ઉછેર કેન્દ્રમાંથી છ વર્ષમાં ૩૬ હજાર કાચબાઓને દરિયામાં છોડાયા

મંગળવાર, 30 જાન્યુઆરી 2018 (12:38 IST)
ગુજરાત અને ખાસ કરીને જામનગરથી દ્વારકાનો લાંબો વિશાળ દરિયા કાંઠા પરનો મહત્ત્વનો અને રમણીય બીચ માનવામાં આવે છે. ઓખા મઢી બીચ અહીં પ્રવાસીઓ વારે તહેવારે આવી પ્રકૃતિની મોજ લેતા વારંવાર નજરે ચડે છે. ત્યારે અહીં આવેલા કાચબા ઉછેર કેન્દ્રમાંથી ૨૦૧૨થી આજ સુધી આશરે ૩૬૦૦૦ જેટલા દરિયાઈ કાચબાઓને જીવંત દરિયામાં છોડવાની કામગીરી અહીં કરવામાં આવી છે. દ્વારકાનો ઓખા મઢી બીચ ખાતે મેરિન નેશનલ પાર્કનો કાચબા ઉછેર કેન્દ્ર ડાયનાસોરના સમયથી પોતાનું અસ્તિત્વ ટકાવવામાંથી રહેલા દરિયાઈ કાચબાને જીવંત રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે

અહીં અનેક પ્રવાસીઓની મુલાકાતો જીવનભર યાદ રહી જાય તેવી યાદો લઈને જાય છે કાચબાઓ કેવા હોય તેને બચ્ચાની માવજત કેવી રીતે કરાય વગેરે જોયા બાદ અહીં કાચબા વિશેનું માહિતી સાથે ચિત્રો સભર કાચબા ઘર જોવા લોકો અને પ્રવાસીઓ ઉમટી પડે છે. આ કેન્દ્રમાં કાચબાની માહિતીઓ ચિત્રોમાં સાયકલ રૂપે દર્શાવી છે. આ કાચબા કેન્દ્રની મુલાકાત જીવસૃષ્ટિ જિજ્ઞાસુઓ માટે એક આ સ્મરણીય મુલાકાત બની રહે છે વળી પ્રકારયુટીક દરિયા કાંઠાની સેર અને લાંબો કાંઠો જોઇ સહેલાણીઓ પણ ઝૂમ્યા વગર રહેતા નથી દ્વારકાથી જામનગર તરફ જતા નેશનલ હાઇવે પર આવેલા આ સુંદર રમણીય દરિયા કાઠા પાર હંમેશ પ્રવાસીઓની અવર જ્વરથી પ્રભાવી રહે છે અહીંના કાચબા ઉછેર કેન્દ્ર ખાતે કાચબાઓના બચ્ચાઓ માટેના ઉછેર માટે કુત્રિમ માળાઓ તૈયાર કર્યા હોય તે વિસ્તારને હેચરી કહેવાય છે અહીં દરેક કચબીના ઈંડાઓને કુત્રિમ માળામાં રાખી ૫૦થી ૬૦ દિવસ રાખી તેમની માવજત કરવામાં આવે છે. જેમાં અહીંના કર્મચારીઓ વહેલી સવારે કે મોડી રાત્રીના દરિયા કાંઠા પર ધ્યાન રાખી કાચબી ક્યાં ઈંડા મૂકી ગઈ છે તે શોધવા કાચબીના આવવા જવાનો ટ્રેક શોધી માળાઓ શોધે છે અને કાચબીએ કરેલા દસ જેટલા ખાડાઓ માંથી મહામહેનતે આ રેતીમાં કરેલો કાચબીનો માળો શોધી કાચબીના ઈંડાઓને માવજતથી કાઢી ડોલમાં ભરી તેનું વજન કરી કાચબા ઉછેર કેન્દ્ર ખાતે લઇ જઈ હેચરીમાં બનાવેલ કૃત્રિમ માળામાં મૂકવામાં આવે છે. આ કાચબાઓના આયુષ્ય ૮૦થી ૪૫૦ વર્ષ સુધીના હોય છે એક કાચબી લગભગ ૬૦થી માંડીને ૧૦૦ સુધીના ઈંડાઓ મૂકે છે વળી આ કાચબી ઈંડાઓ મૂકી તરત જ ચાલી જતી હોય છે ત્યાર બાદ અહીં સરક્ષણની જવાબદારી નિભાવતા કર્મચારીઓ કૃત્રિમ માળાઓમાં તેની માવજત કરવાની કપરી કામગીરી નિભાવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર