Gujarat CM Bhupendra Patel Big Announcement on UCC: ઉત્તરાખંડ પછી હવે ગુજરાતમાં પણ યૂનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુદ આ વાતનુ એલાન કર્યુ છે. આ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક 5 સભ્યની કમિટી બનાવવાની પણ જાહેરાત કરી છે. 5 સભ્યોની આ કમિટી કોર્ટની પૂર્વ જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કામ કરશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલનુ એલાન
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે એક પ્રેસ કૉંફ્રેંસને સંબોદિત કરતા મોટુ એલાન કર્યુ છે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં UCC લાગૂ કરવાની સમિતિની રચના કરી પહેલુ પગલુ ઉઠાવ્યુ છે. આવામાં ઉત્તરાખંડ પછી હવે ગુજરાતમાં પણ UCC ને લાગૂ કરવાનો સ્પષ્ટ સંકેત મળ્યો છે.
5 સભ્યોની કમિટીની રચના
સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કૉન્ફ્રેન્સમાં જણાવ્યુ કે 5 સભ્યોની કમિટીની રચનાનુ એલાન કરવામાં આવ્યુ છે. UCC માટે મસૌદા તૈયાર કરે રહેલી આ કમિટી 45 દિવસમાં પોતાની રિપોર્ટ સોંપશે. કમિટી યૂસીસીના સંબંધમાં લોકો પાસે સલાહ માંગશે. આ સાથે જ બધા ધર્મોના ગુરૂઓ સાથે પણ ચર્ચા કરશે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે સમાન નાગરિક સંહિતા (UCC) ના મસૌદા તૈયાર કરવા અને કાયદા બનાવવા માટે રિટાયર જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની ટીમ બનાવી છે. સમિતિ 45 દિવસમાં રાજ્ય સરકારને પોતાની રિપોર્ટ સોપશે, જેના આધાર પર સરકાર નિર્ણય લેશે. આ સાથે જ સીએમે જણાવ્યુ કે કૉમન સિવિલ કોડ (UCC) ના નિયમમાં આદિવાસીસમાજના રીતિ-રિવાજનુ સંરક્ષણ કરવામાં આવશે. નિયમમાં આદિવાસી સમાજના રીતિ-રિવાજનુ સંરક્ષણ કરવામાં આવશે. ગૃહ મંત્રી અમિત શાહે જે વચન આપ્યુ છે, તેને ધ્યાનમાં રાખવામાં આવશે.
ઉત્તરાખંડ પછી, ગુજરાતમાં UCC
ઉત્તરાખંડમાં 27 જાન્યુઆરીએ સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી હતી. યુસીસીના અમલીકરણ પછી, ઉત્તરાખંડ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રિમોટ દ્વારા સૂચના જારી કરીને યુસીસી લાગુ કર્યું હતું. હવે આનો અમલ ભાજપના બીજા રાજ્ય ગુજરાતમાં પણ કરવામાં આવશે.
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) શું છે?
યુસીસીનો અર્થ એ છે કે રાજ્યના તમામ નાગરિકોને લગ્ન, છૂટાછેડા, દત્તક, મિલકત વિભાજન અને અન્ય નાગરિક બાબતો માટે એક સમાન કાયદો લાગુ પડશે. તેનો ઉદ્દેશ્ય વિવિધ ધર્મો અને સમુદાયો માટે અલગ અલગ વ્યક્તિગત કાયદાઓને બદલે એક સમાન વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે. આ અંતર્ગત, લગ્નમાં રહેતા અને લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે પણ નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.