Gujarat Bypolls Results 2025 Live :વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત; કડીમાં ભાજપનો ભગવો લહેરાયો

સોમવાર, 23 જૂન 2025 (13:13 IST)
by election result
 
આજે કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. વિસાવદરના પરિણામ પર સૌ કોઈની નજર રહેશે, સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં લઈને 56.89 ટકા જેટલું મતદાન થયું હતું. આ ઉપરાંત બે વોર્ડમાં ફેરમતદાન પણ કરાવવું પડ્યું હતું. આજે કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી યોજાશે. સવારે 8 વાગ્યાથી શરૂ થનારી મતગણતરી પ્રક્રિયામાં કુલ 21 રાઉન્ડ યોજાશે, જે ઉમેદવારોનું રાજકીય ભાવી નક્કી કરશે
 
વિસાવદરમાં વર્ષ 2022માં પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા, જોકે જીત પછી ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી, ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યા. પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા, જેના પરિણામે વિસાવદર બેઠક ખાલી થઈ. હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતાં પેટાચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો. તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોંલકીનું નિધન થતાં આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી

01:17 PM, 23rd Jun
 
વિસાવદર અને કડી બેઠકો પર પેટાચૂંટણીના આજે પરિણામો જાહેર થઇ ગયા હતા. જ્યાં વિસાવદર વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીત્યા હતા. 17,581 હજાર મતની લીડથી ગોપાલ ઇટાલિયાએ ભાજપનાં ઉમેદવાર કિરીટ પટેલને હરાવ્યા હતા. જો કે તેમાં કોંગ્રેસની સ્થિતિ ખુબ જ આંચકાજનક થઇ હતી. કોંગ્રેસનાં ઉમેદવારને માંડ 5 હજાર મત મળ્યા હતા. જે અપક્ષનાં ઉમેદવારની આસપાસ હતા. જેથી કહી શકાય કે કોંગ્રેસનાં ઉમેદવાર હોવા છતા તેઓ અપક્ષનાં ઉમેદવાર જેવું પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન પાર્ટીનું ગણવું કે નીતિન રાણપરિયાનું ગણવું તે જનતા જ નક્કી કરે.

- કડીમાં ભાજપનાં રાજેન્દ્ર ચાવડાનો વિજય. ભાજપના ઉમેદવાર 38904 મતની ભવ્ય લીડથી વિજય પ્રાપ્ત કર્યો હતો. કોંગ્રેસનાં રમેશભાઇ ચાવડાનો પરાજય થયો હતો. જ્યારે આમ આદમી પાર્ટીનાં જગદીશ ચાવડા તો નામમાત્રથી જ ઉભા રહ્યા હતા.

12:24 PM, 23rd Jun
- વિસાવદર : 19 રાઉન્ડના અંતે AAP 14914 મતથી આગળ
AAP : 68783
ભાજપ : 53869
કોંગ્રેસ: 5012
 
 
- કડીમાંભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 37,424થી વધુ મતોથી આગળ 
કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 37,424થી વધુ મતોની જંગી સરસાઈથી આગળ છે. કોંગ્રેસના ઉમેદવાર રાજેશ ચાવડાએ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કંઈક ગડબડ કરવામાં આવી છે અને તેમને મળતા મતો કરતાં બમણા મત ભાજપ લઈ જાય છે.
 
2022 વિધાનસભા ચૂંટણીનું પરિણામ
જુનાગઢની આ બેઠક ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAP એ જીતી હતી. કોંગ્રેસે પાછલી ચૂંટણી જીતી હતી. ભાજપ 18 વર્ષથી આ બેઠક જીતી શક્યું નથી. આ બેઠક પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક છે. અહીંની ચૂંટણીમાં ખેડૂતોની સમસ્યાઓ મુખ્ય મુદ્દો રહ્યો છે. પેટાચૂંટણીમાં પણ ખેડૂતોના મુદ્દાઓ અને વિસાવદરની પછાતપણા અને અહીંની સમસ્યાઓ કેન્દ્રમાં હતી. 2007 ની ચૂંટણીમાં ભાજપના કનુ ભાલાલા જીત્યા હતા. ત્યારબાદ આગામી ચૂંટણીઓમાં આ બેઠક ગુજરાત પરિવર્તન પાર્ટીના પક્ષમાં ગઈ હતી. ભૂતપૂર્વ CM કેશુભાઈ પટેલ વિજયી થયા હતા. તેમના મૃત્યુ પર અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. આમાં કોંગ્રેસના હર્ષદ રિબડિયા જીત્યા હતા. તેમણે 2017માં પણ આ બેઠક જાળવી રાખી હતી. 2022 માં AAP ના ભૂપત ભાયાણી વિજયી થયા હતા. ત્યારબાદ તેઓ 7063 મતોથી જીત્યા હતા. તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હર્ષદ રિબડિયાને હરાવ્યા હતા


11:16 AM, 23rd Jun
 
વિસાવદરમાં 13 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 9678 મતથી આગળ
AAP : 47095
ભાજપ : 37417
કોંગ્રેસ: 4017
 

11:11 AM, 23rd Jun
વિસાવદરમાં 12 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 7232 મતથી આગળ 
 
 
AAP : 42450
ભાજપ : 35218
કોંગ્રેસ: 3855
 
વિસાવદરમાં 10 રાઉન્ડના અંતે AAP 4181 મતથી આગળ 
 
AAP : 34781
ભાજપ : 30600
કોંગ્રેસ: 3458
 
વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 2427 મતથી આગળ
 
આપ 30737
ભાજપ 29310
 
વિસાવદરમાં 8 રાઉન્ડનાં અંતે આમ આદમી પાર્ટી 651 મતની પાતળી લીડથી આગળ
 
આપ 26497
ભાજપ 25846

10:13 AM, 23rd Jun
વિસાવદરમાં છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપ 462 મતથી આગળ
 
ભાજપ : 19515
AAP : 19053
કોંગ્રેસ : 1800
 
કડીમાં ભાજપની જીત લગભગ લગભગ નિશ્ચિત
 
ભાજપ 12701
કોંગ્રેસ 6949
આપ 350

09:20 AM, 23rd Jun
- વિસાવદર : ત્રીજા રાઉન્ડમાં ભાજપ 109 મતથી આગળ
ભાજપ : 3698
AAP : 3157
કોંગ્રેસ : 189 NOTA : 70
 
- વિસાવદર : પ્રથમ રાઉન્ડ પૂર્ણ, AAP 1000 જેટલા મતથી આગળ
AAP : 4042
ભાજપ : 3097
કોંગ્રેસ : 201

- વિસાવદર : EVMથી મ ત ગણતરી શરૂ, પ્રથમ રાઉન્ડમાં AAP આગળ
- કડી : EVMથી મત ગણતરી શરૂ, બીજા રાઉન્ડમાં ભાજપ 3997 મતથી આગળ

09:12 AM, 23rd Jun
પ્રથમ રાઉન્ડના કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા  1573 વોટથી આગળ
કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા પ્રથમ રાઉન્ડના અંતે 1573 વોટથી આગળ, જ્યારે વિસાવદરમાં પણ ભાજપના કિરીટ પટેલ આગળ હોવાની જાણકારી મળી રહી છે. બેલેટ પેપરની ગણતરી પૂર્ણ કરાયા બાદ પ્રથમ રાઉન્ડના પરિણામ જાહેર કરાયા હતા. 
 
કડીમાં પોસ્ટલ બેલેટની ગણતરી 
ગુજરાતની કડી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ, પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 19 જૂને ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું.



08:46 AM, 23rd Jun
ગત ગુરુવારે એટલે કે 19 જૂને ગુજરાતમાં કડી અને વીસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે યોજાયેલ મતદાન બાદ 23મી જૂને એટલે કે આજે બંને બેઠકોનું ચૂંટણીપરિણામ જાહેર થશે.
 
નોંધનીય છે કે આ બંને બેઠકો પર રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપ તેમજ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો.
 
ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના તત્કાલીન ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ વીસાવદર બેઠક ખાલી પડી હતી. તેમજ ભાજપના વર્તમાન ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતાં કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી.
 
આમ આદમી પાર્ટીએ વીસાવદર વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીની તારીખો જાહેર થયા પહેલાં જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવી દેતાં આ બેઠકનો ચૂંટણીજંગ રસપ્રદ બન્યો હતો.
 
આ ઉપરાંત ભાજપે પણ આપમાંથી રાજીનામું આપીને પક્ષમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાને આ વખત વીસાવદરમાં ઉમેદવાર તરીકે ન ઉતારી અને કિરીટ પટેલને મેદાને લાવતાં વધુ એક રસપ્રદ વળાંક જોવા મળ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર