પેટાચૂંટણી Live - ગુજરાતની 2 વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણી, મતદાન શરૂ, બીજેપી-કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ

ગુરુવાર, 19 જૂન 2025 (14:31 IST)
BY ELECTION LIVE
વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે 19 જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાવા પાછળ બે અલગ અલગ કારણ છે. વિસાવદરમાં વર્ષ 2022માં પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા, જોકે જીત પછી ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી, ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યા. પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા, જેના પરિણામે વિસાવદર બેઠક ખાલી થઈ. હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતાં પેટાચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો. તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોંલકીનું નિધન થતાં આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
 
- કડી વિધાનસભામાં કુલ 294 106 બુથ સંવેદનશીલ છે.. અહીં પેટા ચૂંટણી માટે કુલ 1900 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.. આ બેઠક પર કુલ 2 લાખ, 89 હજાર 927 ઉમેદવારો છે.. કડીમાં ન્યૂ આદર્શ હાઈસ્કુલમાં 156 નંબરનું બુથ પર્યાવરણીય થીમ પર બનાવાયું છે, તો 158 નંબરનું બુથ દિવ્યાંગ બુથ બનાવાયું
 
- વિસાવદર વિધાનસભા બેઠકમાં 17 શહેરી અને 277 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન હાથ ધરાયું છે.. આ બેઠક પર 2 લાખ 61 હજાર 92 મતદારો મતદાન કરશે,
 
- આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક ઉપર મતદારો માટે ખાસ મોબાઈલ રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મોબાઈલ હોલ્ડરની સુવિધા ઉભી કરવામાં આવી છે, મતદાર મતદાન કરવા જાય તે પહેલા આ ટેબલ પર પોતાનો મોબાઇલ જમા કરાવી જાય છે, મતદાનની ગુપ્તતા જળવાઈ રહે તે ચૂંટણી પંચ દ્વારા ખાસ આ મોબાઇલ હોલ્ડર સુવિધા ઉભી કરવામાં આવી છે.





02:31 PM, 19th Jun


11:57 AM, 19th Jun





10:51 AM, 19th Jun




09:14 AM, 19th Jun
 વિસાવદર, ગુજરાત | વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર, નીતિન વનપરિયા કહે છે, "આજે મોટી સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યા છે. મારા સિવાય બીજો કોઈ ઉમેદવાર આ મતવિસ્તારનો નથી. મને જીતવાનો વિશ્વાસ છે."




08:33 AM, 19th Jun
સવારે 7 વાગ્યે મતદાન શરૂ થશે
ભાજપ, કોંગ્રેસ અને AAP સહિત અન્ય પક્ષોએ ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. મતગણતરી 23 જૂને થશે.

જૂનાગઢ બેઠક 2023 થી ખાલી છે
જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક ડિસેમ્બર 2023 થી ખાલી છે, જ્યારે તત્કાલીન AAP ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને શાસક ભાજપમાં જોડાયા હતા. વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા છે. AAPના ભૂતપૂર્વ ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં છે.


08:25 AM, 19th Jun
વિસાવદર : કોંગ્રેસ ઉમદવાર નીતિન રાણપરીયા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા
વિસાવદર વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરીયા ભેંસાણ મતદાન મથક પર પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા.
 
વિસાવદરમાં ખેડૂતોનો ઉત્સાહ : પહેલા મતદાન કરીશું પછી વાવણી કરીશું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર