Saputara Ghat Accident: ગુજરાતના ડાંગ જિલ્લાના સાપુતારામાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં કુંભ સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અકસ્માતનો ભોગ બની અને 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા જ્યારે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, ભક્તોથી ભરેલી આ બસ કુંભથી આવી રહી હતી અને ગુજરાતના ધાર્મિક સ્થળોના દર્શન કરવા જઈ રહી હતી. દરમિયાન, આ અકસ્માત સાપુતારાના માલેગાંવ ઘાટ પાસે થયો હતો.