ગુજરાત ભાજપ 2.50 લાખ વોલ પેઈન્ટિંગ અને 50 હજાર ડિજિટલ પેઈન્ટિંગ કરશે

મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (19:02 IST)
-ગુજરાતમાં ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કરી 
-ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં
-50 હજાર ડિજિટલ પેઈન્ટિંગ કરાશે. 
 
 
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં આવી ગયો છે. ગુજરાતમાં ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મત વિસ્તારમાં વોલ પેઈન્ટિંગ કરીને પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા આ પ્રકારે વોલ પેઈન્ટિંગ કરવામાં આવશે. આ વખતે ભાજપ દ્વારા 2.50 લાખ વોલ પેઈન્ટિંગ અને 50 હજાર ડિજિટલ પેઈન્ટિંગ કરાશે. 
સીએમએ પોતાના મત વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ કર્યું
લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં મોદી કી ગેરંટીના સ્લોગન અભિયાનથી ભાજપ છવાઈ જવા માંગે છે જેથી આ વોલ પેઈન્ટિંગનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોદી સરકારની સિદ્ધિઓ અને મોદી ગેરંટીના સ્લોગન સાથે ડિજિટલ વોલ પેઇન્ટિંગ કરાશે. અમદાવાદમાં બીજેપીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમાં ગઈકાલે ગુજરાતમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વોલ પેઇન્ટિંગ કરાવી પ્રચાર શરૂ કરાવ્યો છે. ત્યારે આજે સીએમએ પોતાના મત વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ કર્યું છે. ફરી એક વાર મોદી સરકારના સ્લોગન સાથે શહેરમાં વિવિધ જગ્યાઓ પર ડિજિટલ વોલ પેઇન્ટિંગ જોવા મળશે. 
bjp
દિવાલોને ભાજપના સુત્રોથી સુશોભિત કરાશે
રાજ્યમાં જે વિસ્તારમાં ભાજપની જીત થઇ છે તે વિસ્તારની દિવાલોને ભાજપના સુત્રોથી સુશોભિત કરાશે. આ અભિયાનને તમામ જિલ્લાઓમાં લઇ જવાશે. સીએમની શરુઆત બાદ હવે દરેક જિલ્લામાં જિલ્લા ભાજપ પ્રમુખને કાર્યકર્તાઓ આ પ્રકારે અભિયાન આગળ ધપાવશે.તાજેતરમા ભાજપની એક મહત્વની બેઠક મળી હતી. જે દરમિયાન ભાજપે કાર્યકર્તાઓને ચૂંટણીને લઇને નવો નારો આપ્યો છે. તીસરી બાર મોદી સરકાર, અબકી બાર 400 પાર.આપવામા આવયુ છે. લોકસભા ક્ષેત્ર માટે નવા પદાધિકારીઓની જાહેરાત જલ્દી કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર