GSEB SSC Result 2020 Date & Time: આવતીકાલે જાહેર થશે ધોરણ-10નું પરિણામ, જાણો કેટલા વાગે આવશે પરિણામ

સોમવાર, 8 જૂન 2020 (15:15 IST)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે અપાયેલી માહિતી મુજબ, ગુજરાત બોર્ડનુ દસમા ધોરણનું પરિણામ આવતીકાલે એટલે કે 9 જૂન, 2020 ના રોજ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આ વર્ષની 10 માં ધોરણની બોર્ડની પરીક્ષા આપી છે તેઓ સવારે 8 વાગ્યે પોતાનુ જીએસએએબી એસએસસઈ રિઝલ્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org. પર જઈને જોઈ શકશે.  જીએસઇબી એસએસએસી પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ, gseb.org જોઈ શકશે.
 
ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ વહેલી સવારે 8 વાગ્યાથી શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પરિણામ જોઈ શકાશે. હા.. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા પરિણામની તારીખ જાહેર કરાઈ છે, પરિણામ પછી માર્કશીટના વિતરણની તારીખ પછી જાહેર કરાશે.
 
અત્રે નોંધનીય છે કે, આ વર્ષે ધોરણ 10માં કુલ 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તેમની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના બીજા દિવસથી દેશભરમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું.
 
ધોરણ -10 અને સંસ્કૃત પ્રથમા માર્ચ-2020 ના ઉમેદવારોના ગુણપત્રક વિતરણની તારીખ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણ ચકાસણી અને દફતર ચકાસણી વગેરે સુચનાઓ પત્ર અલગથી પ્રસિદ્ધ કરી સંબંધિત ને જાણ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર