સરકારે જણાવ્યું હતું કે પ્રથમ હપ્તો ઑગસ્ટ-૨૦૨૨, બીજો હપ્તો સપ્ટેમ્બર-૨૦૨૨ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે